હેલિકોપ્ટર સાથે ટકરાયુ પ્લેન, દુનિયાની સૌથી મોટી એરલાઇન, ભયાનક ટક્કર બાદ મૃતદેહો પ્લેન અને ચોપર નદીમાં ધડામ…જુઓ નઝારો

અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બુધવારે મોડી રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એક પેસેન્જર વિમાન યુએસ આર્મીના બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું છે. આ અથડામણ પછી વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું અને પોટોમૈક નદીમાં પડી ગયું. વિમાનમાં 64 લોકો સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. રીપોર્ટ્સ અનુસાર, અત્યાર સુધીમાં 18 જેટલા મૃતદેહો મળી આવ્યા છે. વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, આ ઘટના રોનાલ્ડ રીગન એરપોર્ટ નજીક બની હતી.

આ અકસ્માત યુએસ એરલાઇન્સના CRJ700 બોમ્બાર્ડિયર જેટ અને આર્મી બ્લેક હોક (H-60) હેલિકોપ્ટર વચ્ચે થયો હતો. સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. અમેરિકન એરલાઇન્સનું જેટ કંસાસથી વોશિંગ્ટન આવી રહ્યું હતું. કંપનીએ રાત્રે 9 વાગ્યા પછી જ અકસ્માતની પુષ્ટિ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાત્રે 8:50 વાગ્યે રીગન નેશનલ એરપોર્ટ (DCA) નજીક વિમાન દુર્ઘટના અંગે અનેક ફોન કોલ આવ્યા હતા.

હાલમાં એરપોર્ટ પર બધી ફ્લાઇટ્સ અને લેન્ડિંગ બંધ કરી દેવામાં આવ્યા છે. બંનેનો કાટમાળ પોટોમૈક નદીમાં છે. વોશિંગ્ટન ફાયર ડિપાર્ટમેન્ટના વડાએ અકસ્માત અંગે એક નિવેદનમાં જણાવ્યું કે, “પાણીમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન જારી છે.” અહીંની પરિસ્થિતિ ખરાબ છે. પાણી ખૂબ ઊંડું અને કાદવવાળું છે. આ કારણે ડાઇવર્સને ડાઇવિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બચાવ કામગીરીમાં ઘણા દિવસો લાગી શકે છે. રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, પ્લેનમાં રૂસના બે ફિગર સ્કેટર્સ યેવગેનિયા શિશ્કોવા અને વાદિમ નૌમોવ પણ સવાર હતા. બંનેએ 1994માં વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ જીતી હતી. બંને પરિણીત હતા.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરી લખ્યું, પ્લેન એરપોર્ટ માટે એકદમ સાચા રસ્તે હતું. હેલિકોપ્ટર ઘણા સમયથી સીધું વિમાન તરફ આવી રહ્યું હતું. રાત ચોખ્ખી હતી, વિમાનની લાઇટ ચાલુ હતી, છતાં હેલિકોપ્ટર ઉપર કે નીચે કેમ ન ગયું કે વળ્યું નહીં ?

ટ્રમ્પે આગળ લખ્યું કે કંટ્રોલ ટાવરે હેલિકોપ્ટરને એવું કેમ ન કહ્યુ કે શું કરવું જોઇએ, એના સિવાય કે શું તેમણે પ્લેન જોયું છે. તેમણે કહ્યુ- આ એક ખરાબ પરિસ્થિતિ છે જેને અટકાવવી જોઈતી હતી, આ સારી વાત નથી. અગાઉ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અકસ્માત વિશે જાણ કરવામાં આવી છે. ટ્રમ્પ સતત આના પર નજર રાખી રહ્યા છે. રાષ્ટ્રપતિએ લોકોને શાંત રહેવા વિનંતી કરી છે અને અધિકારીઓને બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

શું તમે જાણો છો કે જે લશ્કરી બ્લેક હોક હેલિકોપ્ટર સાથે વિમાન અથડાયું હતું તે કેટલું ઘાતક હતું ? બ્લેક હોક હેલિકોપ્ટર યુએસ આર્મીનું એક ખાસ હેલિકોપ્ટર છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ લશ્કરી યુદ્ધ અને બચાવ સહિત અનેક હેતુઓ માટે થાય છે. જણાવી દઈએ કે બ્લેક હોક હેલિકોપ્ટરની સૌથી ખાસ વાત એ છે કે તે 357 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. ઓપરેશનલ રેન્જ 583 કિલોમીટર છે. બ્લેક હોક હેલિકોપ્ટર 9979 કિલો વજન સાથે ઉડી શકે છે. યુએસ આર્મી મોટાભાગની જગ્યાએ આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. આ હેલિકોપ્ટરનો ઉપયોગ લશ્કરી કાર્યવાહીમાં ઘણી વખત થયો છે.

અમેરિકા ઉપરાંત, ઘણા અન્ય દેશો છે જેમની પાસે આ હેલિકોપ્ટર છે જેમાં જાપાન, કોલંબિયા, દક્ષિણ કોરિયા, ઇઝરાયલ, બ્રાઝિલ, ચીન, મેક્સિકો, ફિલિપાઇન્સ સહિત અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે જેનો વાયુસેના ઉપયોગ કરે છે. આના એક યુનિટની કિંમત 21300000 ડોલર છે. જો કે, ઘણીવાર એવો દાવો કરવામાં આવે છે કે અફઘાનિસ્તાનના તાલિબાન પાસે પણ આ હેલિકોપ્ટર છે.

Shah Jina