પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનો બફાટ, કહ્યું, “હિન્દૂ ક્રિકેટરો વચ્ચે રિઝવાનનું નમાજ પઢવું ખુબ જ ખાસ હતું”, લોકો ભડક્યા પછી વકારે કર્યું આ કામ

રવિવારના રોજ  ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી ટી-20 વર્લ્ડ કંપની મેચમાં ભારતનો પરાજય થયો. આ મેચમાંથી ઘણા એવા  દૃશ્યો પણ સામે આવ્યા જે ચર્ચાનો વિષય બન્યા હતા. એવું જ એક દૃશ્ય હતું, જયારે પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન ભારત સામેની મેચ દરમિયાન ડ્રિંક્સ બ્રેકના સમયે  મેદાન ઉપર જ નમાજ અદા કરતો જોવા મળ્યો હતો. જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

આ તસવીરો ઉપર કોમેન્ટ કરવા માટે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને બોલિંગ કોચ વકાર યુનિસ દ્વારા માફી માંગવામાં આવી છે. વકારે તેને લઈને કહ્યું હતું કે “હિંદુઓની વચ્ચે મેદાન ઉપર રિઝવાનનું નમાજ અદા કરવું ખુબ જ ખાસ છે.” વકારના આ નિવેદન ઉપર હોબાળો મચી ગયો હતો અને લોકોની આલોચના બાદ તેને માફી માંગી છે.

વકાર દ્વારા ટ્વીટર ઉપર લખવામાં આવ્યું છે કે “આવેશમાં આવીને મેં આવી વાત કહી દીધી. મેં એવું કંઈક કહ્યું જે કહેવાનો મતલબ નહોતો. જેનાથી ઘણા લોકોની ભાવનાઓ આહત થઇ છે. હું તેના માટે માફી માંગુ છું. મારો આવો મકસદ બિલકુલ નહોતો. સાચે જ ભૂલ થઇ ગઈ. રમત લોકોને રંગ અને ધર્મથી હટીને જોડે છે.”


વકારની આ કોમેન્ટને લઈને ભારતના સ્ટાર કોમેન્ટેટર હર્ષા ભોગલેએ કહ્યું હતું કે, “હું આ વાતને લઈને આશ્વસ્ત છું કે વકાર આને લઈને માફી માંગશે. આપણે ક્રિકેટ જગતને જોડાવાનું છે. ના કે ધર્મના આધાર ઉપર તેને વહેંચવાનું છે.” સોશિયલ મીડિયામાં રિઝવાનની નમાજ પઢતો વિડીયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

આ વીડિયોને પાકિસ્તાની ચાહકોને પણ ઘણો જ પસંદ પડી રહ્યો હતો. પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પર રિઝવાનનો વીડિયો શેર કરતા લખ્યું કે- “અલ્લાહ તે માથાને કોઈ અન્યની સામે ઝુકવા નથી દેતો જે તેમની સામે ઝુકે છે.” ભારતની હારમાં પાકિસ્તાની ઓપનર મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરતા 55 બોલમાં 79 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

વકારે એક  ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે “બાબર અને રિઝવાને જે રીતે બેટિંગ કરી, સ્ટ્રાઈક ફેરવી, તેમના ચહેરાના જે હાવભાવ હતા, તે જોવું ખુબ જ શાનદાર હતું. રિઝવાને જે કર્યું, તેણે હિંદુઓથી ઘેરાયેલી જમીન પર નમાઝ અદા કરી, તે મારા માટે બહુ જ ખાસ હતું !” વકારના આ નિવેદનને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ ઘણો વિવાદ થયો હતો અને લોકોએ તેની આ નિવેદનની ખૂબ ટીકા કરી હતી.

Niraj Patel