રૂપ રૂપનો અંબાર યુવતી ખેડૂતને ફરવા લઈ ગઈ, જીવનમાં કદી વિચાર્યું ન હોય તેવો અનુભવ થયો, ચેતી જજો તમે પણ 

રામવનમાં ફરવાના બહાને સ્વરૂપવાન યુવતીએ રાજુલાના યુવકને રાજકોટમાં ફરવા બોલાવ્યો, જીવનમાં કદી વિચાર્યું ન હોય તેવો અનુભવ થયો, ચેતી જજો તમે પણ

આજકાલ ગુજરાતમાંથી યુવકો અને પુરુષોને હનીટ્રેપમાં ફસાવીને તેમને બ્લેકમેલ કરવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમા રાજુલાના એક યુવકને રાજકોટના રામવનમાં ફરવા બોલાવી હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો અને યુવક પાસેથી 10 લાખની માગણી પણ કરવાાં આવી. આ મામલે ભોગ બનનાર યુવક દ્વારા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજુલાના વડગામમાં રહેતા  (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અને ખેતી કામ કરનારા શૈલેષ ધાખડાએ ફરિયાદમાં માનસી રાજપુત, હમીર જોગરાણા, દિનેશ, પલ્લવી પટેલ તેમજ રાહુલ નામના વ્યક્તિઓના નામ આપ્યા છે. આ બધા વિરુદ્ધ આઈપીસીની કલમ 387, 323, 504, 506 (2), 511 તેમજ 114 હેઠળ ગુનો નોંધાવવામાં પણ આવ્યો છે. ફરિયાદી અનુસાર, 11 ઓક્ટોબરના રોજ એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો અને આ મેસેજનો રીપ્લાય આપતા સામા પક્ષે માનસી રાજપુત નામની છોકરી હોવાનું જાણવા મળ્યું. તે બાદ 10 નવેમ્બરના રોજ માનસીનો ફોન આવ્યો

અને તેણે કહ્યું કે, તું મને મળવા રાજકોટ આવ આપણે રામવનમાં ફરવા જઈશું. પરંતુ ફરિયાદીએ આ વાતે ઇનકાર કર્યો હતો. ત્યારબાદ તેણે એવી ચીમકી આપી કે તે ફરિયાદી સાથે વાત નહિ કરે. જે બાદ તેણે પરાણે રાજકોટ આવવા માટે દબાણ કર્યું. ફરિયાદીએ કહ્યુ કે, તે તેના કાકાની કાર લઈને સવારના 11:30 વાગ્યા આસપાસ રાજકોટ પહોંચ્યો અને પછી આરોપી યુવતિએ ફરિયાદીને એસ્ટ્રોન ચોકમાં આવવાનું કહ્યું. એસ્ટ્રોન ચોકમાંથી તે ગાડીમાં બેસી ગઈ અને પછી તેણે કહ્યુ કે,ચાલ આપણે રામવન ફરવા જઇએ. તે બાદ બંને રામવન ફરવા ગયા

અને જયારે તે બંને ગાડી પાસે જતા હતા ત્યારે એક છોકરો બાઈક લઈને આવ્યો અને કહેવા લાગ્યો કે તું કોણ છે ? આ છોકરી તારી સાથે અહીં શું કરી રહી છે ? ફરિયાદીએ કહ્યું કે તમે કોણ છો ? તો તેણે કહ્યું કે મારું નામ રાહુલ છે તારી સાથે જે છોકરી છે તેની મારી સાથે સગાઈ થઈ ગઈ છે તું અત્યારે તેની સાથે શું કરી રહ્યો છે ? ત્યારપછી તેણે ફોન કરીને અન્ય લોકોને બોલાવ્યા અને તે લોકોએ ફરિયાદીને માર માર્યો. તે બાદ એવું કહ્યું કે, જો કેસ ન કરવો હોય તો 10 લાખ આપવા પડશે.

ત્યારે શૈલેષે કહ્યું કે, મારી પાસે હાલ પૈસા નથી. કાકા પાસેથી સગવડ કરીને આપવાની વાત કરી હતી. ત્યારે આ ગેંગે કહ્યું કે, છેલ્લે અઢી લાખ રુપિયા તો આપવા જ પડશે નહીં તો જાનથી મારી નાખીશું. જે બાદ શૈલેષના કાકાએ રાજકોટ પોલીસને જાણ કરી અને ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે બે યુવતીઓ સહિત પાંચેયને દબોચી લીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી.

Shah Jina