અમેરિકામાં વોલમાર્ટ સ્ટોરમાં અંધાધુંધ ગોળીબારીથી આટલા લોકોના મોત, લોકો ફફડી ઉઠ્યા, ચેતી જજો અમેરિકાના સપના જોનારાઓ

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ થમવાનું નામ નથી લઇ રહી. ફાયરિંગનો તાજો મામલો અમેરિકાના વર્જીનિયા પ્રાંતથી સામે આવ્યો છે. વર્જીનિયાના ચેસાપીક સ્થિત વોલમાર્ટ સ્ટોરમાં તાબડતોડ ફાયરિંગ થઇ, જેમાં 7 થી 10 લોકોના મોતની ખબર છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ઘણા લોકો આ ઘટનામાં ઘાયલ પણ થયા છે. મોડી સાંજે થયેલ આ ઘટનામાં પોલિસે શૂટરને પણ મારી દીધો છે. ફાયરિંગની ઘટનાની જાણ થતા જ ચેસાપી પોલિસે બેટલફીલ્ડ બ્લાવ્ડના ઠીક સામે વોલમાર્ટમાં સક્રિય શૂટરને પકડવાની કોશિશ કરી અને તેના પર ફાયરિંગ કરી.

ગોળીબારના સમયે સ્ટોરમાં ઘણા કર્મચારીઓ હાજર હતા. પોલીસ પ્રવક્તા અનુસાર, 10થી વધુ લોકોના મોત થયા નથી. ‘શૂટર કર્મચારી હતો કે કેમ તે સ્પષ્ટ નથી. શૂટર મૃત્યુ પામ્યો છે. ઘટનાની જાણ થતાં જ 40થી વધુ ઈમરજન્સી વાહનો વોલમાર્ટ આઉટલેટ પર પહોંચી ગયા હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંગળવારે રાત્રે 10:12 વાગ્યે ફાયરિંગની માહિતી આપતો કોલ આવ્યો હતો. વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ ફોર્સ હજુ પણ તૈનાત છે. પોલીસ વિભાગના પ્રવક્તાનું કહેવું છે કે

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ગોળીબારની સ્થિતિ હતી. તેમણે કહ્યુ હતુ કે, હુમલાખોરે અગાઉ તેની માતાને પણ બોમ્બ વિસ્ફોટની ધમકી આપી હતી. દોઢ વર્ષ પહેલાં એક સમલૈંગિક નાઇટ ક્લબમાં પાંચ લોકોના ગોળીબારમાં મોત થયા હતા. આ આરોપમાં ધરપકડ કરાયેલ એન્ડરસન લી એલ્ડ્રિકે તેની માતા પર દેશી બોમ્બ વડે હુમલો કરવાની ધમકી આપી હતી, જેના કારણે આસપાસના ઘરો ખાલી કરાવવા પડ્યા હાત.

અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. આ પહેલા અમેરિકાના ડલ્લાસ અને કેલિફોર્નિયામાં ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા હતા. શનિવારે ડલ્લાસની એક હોસ્પિટલમાં ગોળીબારમાં બે કર્મચારીઓ માર્યા ગયા હતા, જ્યારે શંકાસ્પદ બંદૂકધારી પોલીસના જવાબી ગોળીબારમાં ઘાયલ થયો હતો. બીજી ગોળીબાર કેલિફોર્નિયાની એક હાઈસ્કૂલમાં થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

Shah Jina