હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
મોટા બેબી બમ્પ સાથે દેખાઈ પ્રેગ્નેન્ટ પત્ની દીપિકા પાદુકોણ, રણવીર સિંહ કેર કરતો દેખાયો, જુઓ વીડિયો
Ranveer Singh Care Deepika Padukone : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે 19 જૂનના રોજ આગામી ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ની પ્રી-રીલીઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને બીજા દિવસે વહેલી સવારે પતિ રણવીર સિંહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને બેબીમૂન માટે લંડન રવાના થયા છે. એરપોર્ટ પર રણવીરે જે રીતે તેની ગર્ભવતી પત્નીની સંભાળ લીધી તે જોઈને દરેક લોકો તેના ફેન બની ગયા છે. દીપિકા પણ પોતાની પ્રેગ્નન્સી ગ્લોના કારણે ચમકી રહી છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એક જ રંગના કપડામાં જોવા મળ્યા હતા. બંને બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ વાયરલ વીડિયોમાં દીપિકાનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અગાઉ 19 જૂને દીપિકા ‘કલ્કી 2898 એડી’ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં જોવા મળી હતી. અહીં પણ તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેમની સાથે અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન અને રાણા દગ્ગુબાતી પણ હતા. આ ઈવેન્ટ કરતાં દીપિકાના બેબી બમ્પ અને હાઈ હીલ્સની વધુ ચર્ચાઓ થઈ રહી છે.
સામે આવેલા વીડિયોમાં રણવીર દીપિકાની ખુબ જ કેર કરતો પણ જોવા મળ્યો છે. આ જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. દીપિકા પાદુકોણ 6 મહિનાની ગર્ભવતી છે, ત્યારે હવે તે ટૂંક સમયમાં જ પોતાના પરિવારમાં નાના બેબીનું સ્વાગત કરવા માટે પણ તૈયાર છે.
દીપિકા અને રણવીરના લગ્ન વર્ષ 2018માં થયા હતા. આ વર્ષે 29 ફેબ્રુઆરીએ તેણે ચાહકોને સારા સમાચાર આપ્યા કે દીપિકા ગર્ભવતી છે અને તેઓ સપ્ટેમ્બરમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે. ફિલ્મોની વાત કરીએ તો રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પણ છે.
View this post on Instagram
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.