અમદાવાદના અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં 4 દટાયાં, 2નાં મોત, બેને હોસ્પિટલ ખસેડાયા- હિમ્મત હોય તો જુઓ તસવીરો
Wall collapse in Ahmedabad : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુર્ઘટનાઓની ઘણી ખબરો સામે આવી રહી છે. ક્યાંક માર્ગ અકસ્માતમાં લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે તો કેટલાક લોકો અન્ય કેટલીક દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવે છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં દીવાલ ધરાશયી થવાના કારણે 2 મજૂરોના મોત નિપજ્યા છે. ઘટનાને લઈને નાસભાગ પણ મચી ગઈ હતી અને લોકોએ ચિચિયારીઓ પણ કરી મૂકી હતી.
ઘટના સામે આવી છે અમદાવાદના અસારવા વિસ્તારમાંથી. જ્યાં દાદા હરિ વાવ નજીક એક જૂની જર્જરિત દીવાલ ધરાશયી થઇ ગઈ હતી. જેને લઈને દોડધામ મચી ગઈ હતી. દીવાલ ધરાશયી થવાના કારણે 5 મજૂરો તેની નીચે દટાઈ ગયા હતા. જેમાંથી 2 મજૂરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણેય ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામા આવ્યા હતા. દિવાલ ધરાશાયી થવાને કારણે કાર, રીક્ષા, ટુવ્હીલર વાહનો દબાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દ્વારા 108ને પણ જાણ કરવામાં આવી હતી, જેના દ્વારા ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ઘટનામાં મોતને ભેટેલા બે લોકોના નામ માનસી જાટવ અને સીદ્દિક પઠાણ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગ્રેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાબડતોબ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. જેમાંથી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક મળતી માહિતી મુજબ જુની જર્જરિત દિવાલ હોવાથી ધરાશાયી થઇ હતી.