ક્યારેક હોટલમાં સાફ કરતો હતો ટેબલ, આજે છે કરોડોની કંપની…એક આઇડિયાએ બદલી દીધી જિંદગી

ક્યારેક હોટલમાં ટેબલ સાફ કરતો હતો ભાસ્કર, આજે દર મહિને કરે છે કરોડોમાં કમાણી, એક આઇડિયાથી ચમક્યો બિઝનેસ

Inspiring Story Of Bhaskar KR : કહેવાય છે કે એક વિચાર તમારું જીવન બદલી શકે છે. જો તમારામાં સખત મહેનત કરવાનો જોશ હોય તો તમે કોલસાની ખાણમાંથી પણ સોનું મેળવી શકો છો. આવી કહાની છે ભાસ્કર કેઆરની, જેણે પોતાના જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા, પરંતુ તેના એક વિચારે આખું જીવન બદલી નાખ્યું. હકીકતમાં, કર્ણાટકના રહેવાસી ભાસ્કર કેઆર આજે કરોડોના ફૂડ બિઝનેસના માલિક છે. તેનું બ્રાન્ડ નેમ ભાસ્કર પુરનપોલી ઘર છે. હાલમાં તેની બ્રાન્ડ કર્ણાટક અને મહારાષ્ટ્ર બંનેમાં કામ કરે છે.

વેઇટર તરીકે કામ કરવાથી લઇેને કરોડોનો બિઝનેસ ઊભો કરવા સુધીની સફર
પરંતુ ટૂંક સમયમાં ભાસ્કરની યોજના સમગ્ર ભારતમાં પોતાનું બિઝનેસ મોડલ સ્થાપિત કરવાની છે. ભાસ્કર કેઆર આ નિશ્ચય સાથે શાર્ક ટેન્ક ઈન્ડિયા સીઝન 2 પર પહોંચ્યો હતો. ભાસ્કરે શાર્કને કહ્યું કે આજે ભલે તેનો કરોડોનો બિઝનેસ છે, પણ એક સમય હતો જ્યારે તે રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે કામ કરતો હતો. ફૂડ બિઝનેસ શરૂ કરતા પહેલા, તે લગભગ 8 વર્ષ સુધી નાના-મોટા કામ કરતો હતો. પોતાના ધંધાના શરૂઆતના દિવસોમાં તે પોતે પુરણપુરી બનાવતો અને સાયકલ પર વેચતો.

ભાસ્કર્સ પુરણપુરી ઘર નામની ચલાવે છે બ્રાન્ડ
પરંતુ જ્યારે બધાને તેની પુરણપુરીનો સ્વાદ ગમવા લાગ્યો ત્યારે તેણે એક દુકાન ખોલી અને પુરણપુરી વેચવાનું શરૂ કર્યું. સમયની સાથે બિઝનેસ પણ વધવા લાગ્યો ત્યારબાદ તેણે કર્ણાટકમાં પોતાની બ્રાન્ડ શરૂ કરી અને તે પછી તેણે મહારાષ્ટ્રના વિટ્ટલ શેટ્ટી અને સૌરભ ચૌધરી સાથે હાથ મિલાવ્યા અને તેની બ્રાન્ડની ફ્રેન્ચાઈઝી શરૂ કરી. આજે BPGમાં 24થી વધુ પ્રકારની પુરણપુરી ઉપલબ્ધ છે અને આ રેસીપી તાજી અને કુદરતી રીતે તૈયાર કરવામાં આવી છે. આમાં ક્યારેય કોઈ કેમિકલ, પ્રિઝર્વેટિવ કે પલ્પનો ઉપયોગ કરવામાં આવતો નથી.

શાર્ક ટેન્કમાં ભાસ્કરે કરી હતી 1% ઇક્વિટી સાથે રૂ. 75 લાખની માંગણી
જોકે શાર્ક ભાસ્કરના વ્યવસાય અને તેની પ્રેરણાદાયી વાર્તાથી ખૂબ પ્રભાવિત હતા, ભાસ્કર કેઆરએ 1% ઇક્વિટી સાથે રૂ. 75 લાખની માંગણી કરી. જો કે, શાર્કે તેમને ભંડોળ આપવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓએ કહ્યું હતું કે BPGનો વ્યવસાય પહેલેથી જ સારો નફો કમાઈ રહ્યો છે અને તેને કોઈ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. કર્ણાટકના વતની કેઆર ભાસ્કર ‘ભાસ્કર્સ પુરણપુરી ઘર’ નામની પોતાની બ્રાન્ડ ચલાવે છે.

આવી રીતે ઊભો કર્યો કરોડોનો બિઝનેસ
આજે તેઓ દર મહિને લાખો અને કરોડોની કમાણી કરી રહ્યા છે. તેમના આઉટલેટ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા છે અને ખૂબ જ લોકપ્રિય છે. ભાસ્કરનો બિઝનેસ આ નાણાકીય વર્ષમાં 3.6 કરોડનો ચોખ્ખો નફો કરી રહ્યો છે. ભાસ્કર આજે સફળતાના શિખરો પર પહોંચી ગયો છે, પરંતુ તે એટલું સરળ નહોતું. તેણે પોતાના બિઝનેસને આ સ્થાન સુધી પહોંચાડવા સખત મહેનત કરી છે. ભાસ્કર 25 વર્ષ પહેલા બેંગ્લોરની એક હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો અને તે સમયે તેની ઉંમર 12 વર્ષની હતી.

પાંચ વર્ષ સુધી હોટલમાં ટેબલ અને વાસણો સાફ કરવાનું કામ કર્યુ
પાંચ વર્ષ સુધી તે હોટલમાં ટેબલ અને વાસણો સાફ કરવાનું કામ કરતો રહ્યો, પછી તેણે 8 વર્ષ સુધી ડાન્સ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું. તે પાનની દુકાન ચલાવતો પરંતુ આ બધામાં કંઈ ખાસ કમાણી નહોતી થતી. ભાસ્કર 23 વર્ષનો હતો ત્યારે તેણે સાયકલ પર પુરણપોળી વેચવાનું શરૂ કર્યું. પછી શું હતું, તેમના જીવનમાં વળાંક આવ્યો અને આજે તે કરોડોના બિઝનેસમેન બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Savage Stories (@savagestoriess)

Shah Jina