ફિલ્મ “મન” અને “વિવાહ” જેવી કહાનીને હકીકત કરી બતાવી ગુજરાતના આ યુવાને, મંગેતરના અકસ્માતમાં પગ નિષ્ક્રિય થવા છતાં પણ નિભાવ્યું સાત જન્મનું વચન, જુઓ તસવીરો

વાહ.. આને કહેવાય સાચો પ્રેમ, ગુજરાતનો આ યુવાન અકસ્માત બાદ મંગેતરના બંને પગ નિષ્ક્રિય થવા છતાં ઊંચકીને ફર્યો લગ્નના સાત ફેરા, વીડિયો આંખોમાં આંસુ લાવી દેશે..

આજના સમયમાં પ્રેમ જાણે લુપ્ત થતો હોય તેમ લાગી રહ્યું છે, ઠેર ઠેર સંબંધોને શર્મસાર કરનારી ઘટનાઓ પણ સામે આવે છે, તેમાં પણ એક યુવક અને યુવતી વચ્ચે પ્રેમ કરતા વાસનાના સંબંધો વધારે જોવા મળે છે, ઘણા કિસ્સાઓ સામે આવે છે જેમાં કોઈને પ્રેમજાળમાં ફસાવીને બાદમાં હવસ સંતોષી તરછોડી દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ કેટલીક ફિલ્મોમાં રિયલ લવ બતાવતા પ્રેમીઓ પણ પોતે આવો પ્રેમ કરતા હોવાનો દાવો કરતા હોય છે.

પરંતુ જયારે સમય આવે છે ત્યારે સૌથી પહેલા વચન આપનારા જ ભાગી જાય છે. વર્ષો પહેલા આવેલી ફિલ્મ “મન” અને “વિવાહ”માં એક કહાની આવી હતી જેમાં અભિનેત્રીને અકસ્માત નડતા હીરો મંડપમાં તેને ઊંચકીને ફેરા ફરતો હોય છે. પરંતુ હકીકત સાવ અલગ જોવા મળે છે, હકીકતમાં આવી પ્રેમ કહાની ખાસ જોવા નથી મળતી, પરંતુ તેનું એક તાજું ઉદાહરણ હારીજના કુકરાણા ગામમાં જોવા મળ્યું.

ગામમાં રહેતા મહાવીરસિંહ વાઘેલાની સગાઈ થોડા સમય પહેલા જ અમદાવાદના બામરોલી ગામમાં રહેતા ઝાલા પરિવારની દીકરી રીનલબા ઝાલા સાથે થઇ હતી. સગાઈ બાદ મહાવીર અને રીનલબા બંને ખુબ જ ખુશ હતા, પરિવાર પણ આ સગાઈથી ખુબ જ ખુશ હતો, પરંતુ કહેવત છે જેને કે “ના જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું ?” તેમ જ આ સંબંધોમાં પણ એક દુઃખદ ઘટના બની.

રીનલબા ગામમાં જ એક ઝાડ પરથી પડી ગયા હતા અને તેમના બંને પગમાં એવું વાગ્યું હતું કે સારવાર પણ તેના પગ સાજા ના થયા અને તે બે વર્ષથી પથારીવશ જ થઇ ગયા. જેના કારણે યુવકના પરિવારજનો અને સમાજના અન્ય લોકોએ હવે સગાઈ તોડવાનો નિર્ણય કરી લીધો. કારણ કે કોઈ દિવ્યાંગ યુવતી સાથે સાજો સમો યુવક જિંદગી કેવી રીતે વિતાવી શકે ? યુવતીના પરિવારજનોએ પણ સગાઈ તોડવાની સંમતિ આપી.

પરંતુ મહાવીરસિંહ માટે આજ સમય હતો પોતાનો પ્રેમ સાચો પુરવાર કરવાનો અને તેણે દુનિયાની, પરિવારની અને સમાજની ચિંતા કર્યા વગર જ રીનલબા સાથે કોર્ટમાં જઈને લગ્ન કરી લીધા. જયારે મહાવીરસિંહે રીનલબા સાથે લગ્ન કર્યા ત્યારે ફિલ્મ “મન” અને “વિવાહ” જેવા દૃશ્યો સર્જાયા હતા. તેમના લગ્નનો આ નજારો જોઈને સૌ કોઈની આંખોમાં પણ આંસુઓ આવી ગયા. ત્યારે હવે તેમની આ પ્રેમ કહાની પણ લોકોના દિલ જીતી રહી છે. આજના કળિયુગ અને જ્યાં સ્વાર્થના જ સંબંધો જોવા મળે છે, ત્યારે મહાવીરસિંહે એક નિઃસ્વાર્થ પ્રેમનું મોટું ઉદાહરણ પણ સમાજને પૂરું પાડ્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel