દુઃખદ: ગુજરાતી સ્ટાર ક્રિકેટરના દીકરી પછી પપ્પાનું પણ થયું નિધન, જન્મના 24 કલાકમાં દીકરીના થયેલા મૃત્યુના 24 કલાકમાં જ કટક ખાતે રણજીની મેચ રમ્યો હતો

શુક્રવારે ભુવનેશ્વરમાં ચાલી રહેલી ચંડીગઢ સામેની રણજી મૅચમાં બરોડાના વાઇસ-કૅપ્ટન વિષ્ણુ સોલંકીએ સદી ફટકારી ત્યારે માત્ર તેની ટીમના જ નહીં પણ હરીફ ટીમના ખેલાડીઓએ પણ તેને બિરદાવ્યો હતા.

સદી ફટકાર્યા છતાં પણ તે પોતાનનાં આંસુ છુપાવવાનો પ્રયાસ કરતા હતા, કારણ કે ૧૨ ફેબ્રુઆરીએ વિષ્ણુ સોલંકીની માત્ર એક દિવસની દીકરીનું વડોદરામાં નિધન થયું હતુ. ત્યારે તે બંગાળ સામે પોતાની રણજી ટ્રોફી મૅચ રમતો હતો. દીકરીની અંતિમવિધિ માટે તે હૈદરાબાદથી વડોદરા ગયો અને ૧૭ તારીખે ફરી ટીમ સાથે જોડાયો હતો. ક્વૉરન્ટીનનો સમય પૂરો કર્યા બાદ તે ચંડીગઢ સામેની મૅચમાં ફરી ટીમમાં સામેલ થયા હતા.

અત્યારે ભુવનેશ્વર કટક ખાતે રણજી ટ્રોફી ટુર્નામેન્ટ રમાઇ રહી છે તો વડોદરાના રાઇટ હેન્ડ બેસ્ટમેન વિષ્ણુ 6 Feb વડોદરાની ટીમ સાથે રણજી ટ્રોફી રમવા માટે ભુવનેશ્વર પહોંચ્યો હતો. ત્યાં ક્રિકેટરને તા.11 ફેબ્રુઆરી રાત્રે ખુશીના સમાચાર મળ્યા કે, પત્નીએ બાળકીને જન્મ આપ્યો છે. બાળકીના જન્મના સમાચાર મળતા તે ખૂશ થઇ ગયો હતો. પરંતુ, આ ખૂશી માત્ર 24 કલાક જ રહી હતી. બાળકીનો જન્મ રાત્રે 12.10 કલાકે થયો હતો. અને તા.12 મી ફેબ્રુઆરી રાત્રે 12 કલાકે સમાચાર મળ્યા કે, નવજાત બાળકીનું મૃત્યું થયું હતું.

વિષ્ણુ થોડા સમય પહેલા જ પિતા બન્યા હતા અને તેમના ઘરમાં ખુશીનો માહોલ હતો. જો કે, આ ખુશી તેમના ઘરમાં લાંબો સમય ટકી ન હતી અને નવજાત પુત્રીનું અવસાન થયું હતું. વિષ્ણુ અંતિમ સંસ્કારમાં સામેલ થયા અને તે પછી સીધા મેચ રમવા ગયો હતો. આ રણજી સિઝનની આ તેની પ્રથમ મેચ હતી. આ મેચમાં તેણે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી.

ચંદીગઢ સામે વિષ્ણુએ 12 ચોગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશને તેને રિયલ હીરો ગણાવ્યો છે. તેની બોલ્ડ ઇનિંગ્સને જોઇને દરેક લોકો સલામ કરી રહ્યા છે. ત્યાં, સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફી રમી રહેલા બેટ્સમેન શેલ્ડન જેક્સને ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું જેટલા ખેલાડીઓને જાણુ છુ કદાચ આવો કોઇ ટફ પ્લેયર નહિ હોય. મારી તરફથી વિષ્ણુ અને તેના પરિવારને સલામ. હું ઇચ્છુ છુ કે અત્યારે આવી ઘણી સદીઓ તેના બેટથી નકળતી રહે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે તેના પિતા પ્રોફેસર રમેશ તેંડુલકરના નિધન પછી તરત જ 1999 વર્લ્ડ કપ દરમિયાન સદી ફટકારી હતી. તેંડુલકરે કહ્યું હતું કે, ‘જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મારી માતાને જોઈને હું ભાવુક થઈ ગયો હતો. મારા પિતાના અવસાન પછી તે ભાંગી પડી હતી, પરંતુ દુઃખની ઘડીમાં પણ તે ઈચ્છતી ન હતી કે હું ઘરે રહુ, તે ઈચ્છતી હતી કે હું ટીમ માટે રમુ. જ્યારે મેં સદી ફટકારી ત્યારે હું ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. સચિને કેન્યા સામે 101 બોલમાં 140 રન બનાવ્યા હતા.

રણજી મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સાથે પણ કંઈક આવું જ થયું હતું. તે દિલ્હીની ટીમ માટે રમી રહ્યો હતો કે અચાનક તેના પિતાનું અવસાન થયું. આ છતાં, વિરાટે બેટિંગમાં આવીને શાનદાર અડધી સદી ફટકારીને પોતાની ટીમને હારમાંથી બચાવી હતી. આ પછી તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.

YC