ખબર

કોરોના મહામારી વચ્ચે ક્રેન તૂટતાં 10થી વધુ મજૂરો મૃત્યુ પામ્યા, વિડીયો જોઈને કંપારી છૂટી જશે

એક તરફ કોરોના વાયરસની મહામારી ખતમ થવાનું નામ જ નથી લઇ રહી જ્યા બીજી તરફ બીજા એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે.

Image Source

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમા 1-ઓગસ્ટ શનિવારના રોજ મોટો હાદસો થઇ જવાથી ભારે દુર્ઘટના થઇ છે.

Image Source

અહીં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડમાં એક ક્રેન તૂટીને પડવાથી ભયાનક દુર્ઘટનાને અંજામ અપાયું છે. ઘટનામાં 11 જેટલા લોકો મૌતને ઘાટ ઉતર્યા છે. આ વાતની જાણ વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વિનય ચંદ દ્વારા આપવામાં આવી છે.

Image Source

તેની પહેલા ડીસીપી સુરેશ બાબુએ જણાવ્યું હતું કે ઘટનામાં 10 લોકોની મૃત્યુ થઇ છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે.

Image Source

પોલીસ દ્વારા મળેલી રીપોર્ટના આધારે ઘટના બોપરે બાર વાગ્યે થયેલી છે. એક ટ્રેડ યુનિયનના લીડરનું કહેવું છે કે ક્રેન ઓવરલોડ થઇ હતી, કદાચ તેના લીધે જ આ દુર્ઘટના થઇ છે.પણ પોલીસનું કહેવું છે કે જે સમયે આ અકસ્માત થયો ત્યારે ક્રેનનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.

Image Source

ઓફિસર્સ અને ક્રેનના ઓપરેટર્સ ઘટના સ્થળની મુલાકાતે ગયા હતા, કહેવામાં આવી રહ્યું છે કે મરનાર વ્યક્તિઓની સંખ્યા વધી શકે છે કેમ કે ક્રેનની નીચે અન્ય લોકો પણ દબાઈ ગયા હોવાની શંકા છે.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.