“ભૂરિયાઓથી ભારતની પ્રગતિ સહન નથી થતી…” અદાણીના સપોર્ટમાં આવ્યો ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન સેહવાગ, જુઓ શું કહ્યું ?

ભારતીય બજાર પર ભૂરિયાઓનું સુનિયોજિત કાવતરું કહ્યું વીરેન્દ્ર સેહવાગે… ટ્વિટ વાયરલ થતા જ લોકોએ કહ્યું એવું કે…

હિંડનબર્ગ રિસર્ચે ગૌતમ અદાણી ગ્રૂપ દ્વારા સ્ટોક મેનિપ્યુલેશનનો આરોપ મૂકતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેના પર પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીનું નામ લીધા વગર પોસ્ટમાં વિદેશી ષડયંત્ર ગણાવીને સમર્થન કર્યું છે. આ અંગે ટીકાકારોએ તેમની ટીકા કરી છે. સેહવાગે પોતાના ટ્વિટમાં પશ્ચિમી દેશો (ઈંગ્લેન્ડ) પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ભારતીય બજાર ષડયંત્રનો શિકાર બની ગયું છે. જો કે, હંમેશની જેમ આ વખતે પણ ભારત વધુ મજબૂત બનશે.

સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું, “ભૂરિયાઓથી ભારતની પ્રગતિ સહન નથી થતી. ભારતીય બજાર પર હિટજોબ એક સુનિયોજિત કાવતરું લાગે છે. મહેનત ગમે તેટલી કરી લો. પરંતુ હંમેશા ભારત વધારે મજબુત બનીને જ બહાર આવશે.” સેહવાગના આ ટ્વિટ બાદ તેના ફેન્સ કોમેન્ટ બોક્સમાં એકબીજા સાથે ટકરાયા હતા. કેટલાક લોકોએ તેમને અદાણી ગ્રૂપના તમામ શેર ખરીદવા માટે સલાહ આપી, જ્યારે અન્ય લોકોએ કહ્યું કે દેશમાં એવા ઘણા લોકો છે જે ગોરાઓને સમર્થન આપે છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના જૂથે નાણાકીય સંશોધન કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લાદવામાં આવેલા ગંભીર આરોપોને “ભારત, તેની સંસ્થાઓ અને વૃદ્ધિ વાર્તા પર વ્યવસ્થિત હુમલો” તરીકે ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે આ આરોપો “જૂઠાણા સિવાય કંઈ નથી”. અદાણી જૂથે તેના 413 પાનાના જવાબમાં જણાવ્યું હતું કે હિંડનબર્ગ રિપોર્ટ “ખોટી છાપ ઉભી કરવા”ના “અંતર્ગત હેતુ”થી પ્રેરિત છે જેથી યુએસ કંપનીને નાણાકીય લાભ મળી શકે.

જૂથે કહ્યું હતું કે આ માત્ર કોઈ ચોક્કસ કંપની પરનો અયોગ્ય હુમલો નથી, પરંતુ ભારતની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા, ભારતીય સંસ્થાઓ અને ભારતની વૃદ્ધિની વાર્તા અને મહત્વાકાંક્ષાઓ પર વ્યવસ્થિત હુમલો છે. જાન્યુઆરીના અહેવાલમાં કરવામાં આવેલા આરોપો “કંઈ નથી.” જૂથે જણાવ્યું હતું કે દસ્તાવેજો “પસંદગીયુક્ત ખોટી માહિતી અને દબાવવામાં આવેલ તથ્યોનું દૂષિત સંયોજન” છે.

Niraj Patel