અનુષ્કા શર્મા પહેલા આ હોટ મોડલને પાગલોની જેમ પ્રેમ કરતો હતો વિરાટ કોહલી, એક્સ ગર્લફ્રેન્ડની હોટ તસવીરો ઉડાવી દેશે તમારા હોંશ

અનુષ્કા પહેલા આ હસીનાઓ જોડે ઇલુ ઇલુ ચાલતું હતું વિરાટ કોહલીનું ! ખૂબસુરતી અને ફિગરની ચર્ચા પૂરી દુનિયામાં

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થવામાં કેટલો સમય લાગે છે? તે પણ ત્યારે કે જ્યારે વાત જૂના પ્રેમની હોય. સોશિયલ મીડિયા પર ભારતના સ્ટાર ક્રિકેટર અને કરોડો ચાહકોના દિલ પર રાજ કરનારા વિરાટ કોહલીની એક તસવીર વાયરલ થઇ હતી. જેમાં વિરાટ કોહલીની સાથે એક છોકરી જોવા મળી હતી. ત્યારે ચર્ચા એ હતી કે તસવીરમાં અનુષ્કાને બદલે વિરાટ સાથે આ છોકરી કોણ છે?

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ જૂનો ફોટો વર્ષ 2012 થી 2014નો છે, જેમાં વિરાટ તેની એક્સ ગર્લફ્રેન્ડ ઈસાબેલ લિટે સાથે જોવા મળી રહ્યો છે. વિરાટ 2012 થી 2014 સુધી બ્રાઝિલિયન મોડલ અને અભિનેત્રી ઈસાબેલ સાથે રિલેશનશિપમાં હતો. તે સમયે વિરાટ ક્રિકેટના મેદાનમાં પોતાના પગ જમાવી રહ્યો હતો.

આ તમામ તસવીરો તે સમયની છે. જોકે, આ સંબંધ માત્ર બે વર્ષ જ ચાલ્યો. વિરાટ અને ઈઝાબેલની વધતી જતી નિકટતા મીડિયાની નજરથી છુપાઈ શકી નથી. જો કે બંનેના ડેટિંગનો ખુલાસો વર્ષ 2013માં થયો હતો.

બ્રાઝિલની મોડલ અને અભિનેત્રી ઇઝાબેલ લેઈટ મોડલિંગ જગતમાં જાણીતું નામ છે. ઇસાબેલ લાઇટે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઇઝાબેલે 2012માં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ ધ આન્સર લાઇઝ વિથ ઇન’ દ્વારા ફિલ્મોમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

વિરાટ સાથેના બ્રેકઅપ બાદ ઈસાબેલે એક ઈન્ટરવ્યુમાં પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હા, અમે બે વર્ષથી રિલેશનશિપમાં હતા. આ સંબંધ પરસ્પર સંમતિથી સમાપ્ત થયો.

ઈસાબેલથી અલગ થયા બાદ વિરાટનું નામ અનુષ્કા શર્મા સાથે જોડાયું અને ત્યારબાદ બંનેએ વર્ષ 2018માં લગ્ન કરી લીધા. જો કે વિરાટે તેના જૂના પ્રેમ પર ક્યારેય કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ ઈઝાબેલે તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ અમે પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા. હવે અમે મિત્રો છીએ.’

ઇઝાબેલ લિટ્ટે બ્રાઝિલના રોઝારિયો શહેરની છે, તે એક મોડેલ અને અભિનેત્રી છે. ઈસાબેલે વર્ષ 2012માં આમિર ખાન, કરીના કપૂર અને રાની મુખર્જી અભિનીત સસ્પેન્સ – ક્રાઈમ ફિલ્મ ‘તલાશ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. એક સમયે ઈઝાબેલનું નામ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ જોડાઈ ચૂક્યું છે.

 

View this post on Instagram

 

A post shared by izabelle leite (@xoizaleite)

તલાશ પછી, ઇસાબેલે હિન્દી ફિલ્મો જેવી કે સિક્સટીન, પુરાણી જીન્સ ઉપરાંત નરેન્દ્ર, મિસ્ટર મજનુ અને વર્લ્ડ ફેમસ લવર જેવી તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો. ઇઝાબેલી ગુરુ રંધાવાના પ્રખ્યાત ગીત ‘લાહોર’માં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by izabelle leite (@xoizaleite)

ઇસાબેલ તેની સુંદરતા માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તમને જણાવી દઈએ કે ઈઝાબેલનું ઈન્સ્ટા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. એવું કહેવાય છે કે ડેટિંગ દરમિયાન ઇસાબેલ વિરાટની ખૂબ જ નજીક હતી અને તેને પાગલોની જેમ પ્રેમ કરતી હતી. મળતી માહિતી મુજબ, અનુષ્કા સાથે લગ્ન કરતા પહેલા વિરાટે બે વર્ષ સુધી ઈસાબેલને ડેટ કરી હતી.

Shah Jina