RCB vs SRH મેચ દરમિયાન વિરાટ કોહલી લાતો મારતો અને ચિલ્લાતો જોવા મળ્યો KING- જુઓ વીડિયો

પોતાના જ ખેલાડીઓ પર ચિલ્લાતો જોવા મળ્યો વિરાટ કોહલી, ગુસ્સામાં ગ્રાઉન્ડ પર ઊભા ઊભા મારી લાત- વાયરલ થયો વીડિયો

IPL 2024માં વિરાટ કોહલીના માથા પર ઓરેન્જ કેપ સજી રહી છે. કોહલીનું બેટ જોરથી બોલી રહ્યું છે. જો કે તેમ છતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. કોહલી મેદાન પર પોતાનાથી બનતું બધું કરી રહ્યો છે, પરંતુ તેને અન્ય ખેલાડીઓનું સમર્થન નથી મળી રહ્યું. મેદાન પર વિપક્ષી ટીમના ખેલાડીઓની આંખોમાં આંખો નાખી વાત કરવાવાળો કિંગ ટીમના પ્રદર્શનને કારણે માથું નમાવીને ચાલી રહ્યો છે.

કોહલી ઇચ્છવા છતાં પણ કંઇ કરી શકતો નથી અને મેદાન પર તેની હતાશા સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારે હાલમાં વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કોહલી પરેશાન જોવા મળી રહ્યો છે. કોહલી પોતાના સાથી ખેલાડીઓ પર બૂમો પાડતો જોવા મળે છે.

આ સાથે વિરાટ બોલરોના શરમજનક પ્રદર્શન બાદ ગ્રાઉન્ડ પર લાત પણ મારતો જોવા મળે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આરસીબીના બોલરોએ દિલ ખોલી રન લૂંટાવ્યા. ટીમના ચાર બોલરોએ પચાસથી વધુ રન આપ્યા, જે T-20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું છે. રીસ ટોપલેએ પોતાની 4 ઓવરમાં 68 રન ખર્યા જ્યારે યશ દયાલે 4 ઓવરમાં કોઈ વિકેટ લીધા વિના 51 રન આપ્યા.

લોકી ફર્ગ્યુસને ચાર ઓવરમાં 52 રન ખર્ચ્યા અને વિજયકુમાર વૈશાકે 24 બોલમાં 64 રન ખર્ચ્યા. આરસીબીના બોલરોએ શરમજનક પ્રદર્શન કર્યું હોવા છતાં ટીમના બેટ્સમેનોએ અંત સુધી લડત આપી. વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે ટીમને તોફાની શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 80 રન જોડ્યા.

કોહલીના બેટથી 20 બોલમાં 42 રન જ્યારે ફાફે 28 બોલમાં 62 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરોમાં દિનેશ કાર્તિકે પણ બેટથી ઘણી ધૂમ મચાવી હતી અને 35 બોલમાં 83 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જો કે તેમ છત્તાં પણ RCB જીતી શકી નહિ.

Shah Jina