વિરાટ કોહલી સાથે ખુલ્લેઆમ લિપલોક કરતી જોવા મળી આ યુવતી, કિસ કરતો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું “અનુષ્કા ભાભી…” જુઓ વીડિયો

વિરાટ કોહલીને ખુલ્લેઆમ કિસ કરનારી કોણ છે મિસ્ટ્રી ગર્લ ? વાયરલ વીડિયોમાં તમે જોયું કે નહીં, જલ્દી જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમન અને ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી હંમેશા તેની રમતને લઈને ચર્ચામાં રહેતો હોય છે. વિરાટ કોહલીનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ અને અને દુનિયાભરમાં ફેલાયેલું છે. વિરાટની એક ઝલક જોવા માટે પણ ચાહકો પાગલ બની જતા હોય છે. ત્યારે છોકરીઓ પણ વિરાટ પર ખૂબ પ્રેમ લૂંટાવતી જોવા મળે છે. જો કે વિરાટ કોહલી પરણિત છે અને તેના લગ્ન બોલીવુડની સ્ટાર અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે થઇ ચુક્યા છે.

છતાં પણ છોકરીઓ વિરાટ કોહલી પર પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો એક પણ મોકો નથી ચૂકતી, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવતી વિરાટ કોહલીના હોઠ પર તસતસતું ચુંબન કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ જંગલમાં આગની જેમ ખુબ જ વાયરલ થઇ ગયો અને હવે આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવા લાગ્યા અને આ યુવતી કોણ છે તેના વિશે જાણવાની પણ ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા.

હકીકતમાં વિરાટની આ મહિલા પ્રશંસકે કોહલીના મીણના પૂતળાને કિસ કરી હતી. મેડમ તુસાદ મ્યુઝિયમમાં કોહલીનું પૂતળું લગાવવામાં આવ્યું છે. જ્યારે એક મહિલા પ્રશંસક ત્યાં ગઈ તો તે પોતાની જાતને કોહલી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવાથી રોકી શકી નહીં. તેણે વિરાટના પૂતળાને કિસ કરતો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ એક્ટ પર કેટલાક ફેન્સે તેને ટેકો આપ્યો હતો તો કેટલાકે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક ચાહકો માને છે કે આમ કરવાથી પૂતળા બગડે છે.

જણાવી દઈએ કે વિરાટ કોહલી હાલ ભારતીય ટીમ સાથે છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. ભારતીય ટીમે સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાં કાંગારૂઓને પરાજય આપ્યો હતો. આ ઉપરાંત હવે આ શ્રેણીની ત્રીજી ટેસ્ટ 1 માર્ચથી ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.

Niraj Patel