કેપ્ટનશીપ છીનવાઈ જવા ઉપર પહેલીવાર સામે આવ્યું વિરાટ કોહલીનું મોટું નિવેદન, પ્રેસ કોન્ફરન્સમાં કર્યા ચોંકાવનારા ખુલાસા, જુઓ વીડિયો

ભારતીય વન-ડે ટીમના કપ્તાન પદથી હટાવ્યા બાદ વિરાટ કોહલી પહેલીવાર બુધવારના રોજ મીડિયાની સામે આવ્યો. સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલા કોહલીએ પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેને કપ્તાન પદથી હટાવવાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કોહલીએ જણાવ્યું કે બધું જ પહેલાથી નક્કી થઇ ગયું હતું અને મને કઈ પૂછવામાં આવ્યું નહોતું. મારી પાસે સ્વીકાર કરવા સિવાય કશું જ બચ્યું નહોતું.

પ્રેસ કોન્ફરન્સમાં એક સવાલનો જવાબ આપતા વિરાટ કોહલીએ કહ્યું કે, “ટેસ્ટ ટીમમાં સિલેક્શનને લઈને ચીફ સિલેક્ટર્સ દ્વારા મારી સાથે વાત કરવામાં આવી હતી. ટેસ્ટ ટીમ સિલેક્શન બાદ 5 મુખ્ય ચયનકર્તાઓએ મને જણાવ્યું કે હું હવે વન-ડે ટીમનો કપ્તાન નથી. જેના ઉપર મેં કહ્યું…. ઓકે.. આ નિર્ણય પહેલા મને કપ્તાનીથી હટાવવાને લઈને કોઈપણ અને કોઈની સાથે વાત નહોતી થઇ.

કોહલીએ કહ્યું કે “રોહિત શાનદાર કપ્તાન છે અને રાહુલ પણ ખુબ જ અનુભવી છે. બંનેને મારો સપોર્ટ મળતો રહેશે. બીસીસીઆઈ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તે સમજી વિચારીને લેવામાં આવ્યો છે. મારી અને રોહિતની વચ્ચે કોઈ ટકરાવ નથી. હું હંમેશા જ આ વાતને ક્લિયર કરીને થાકી ગયો છું. જ્યાં સુધી હું ક્રિકેટ રમીશ ત્યાં સુધી હું ભારતીય ટીમને કોઈ નુકશાન નહિ થવા દઉં !”

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 16 ડિસેમ્બરના રોજ સાઉથ આફ્રિકા જવા માટે રવાના થશે. વિરાટ પણ તેના પરિવાર સાથે જશે. સાઉથ આફ્રિકામાં ટીમ ઇન્ડિયાને 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ રમવાની છે. છેલ્લી ટેસ્ટ 11 જાન્યુઆરીના રોજ રમવામાં આવશે. આજ દિવસે વિરાટની દીકરી વામિકા પણ એક વર્ષની થઇ જશે.

ખબર એવી પણ આવી હતી કે કોહલી 19 જાન્યુઆરીના રોજ થવા વાળી વન-ડે સિરીઝમાંથી આરામ લઇ શકે છે અને પરિવાર સાથે રજાઓ મનાવવા જઈ શકે છે, પરંતુ આમ નથી. કોહલીએ આ વાત ઉપર ચોખવટ કરી છે કે તે વન-ડે સિરીઝ પણ રમશે.

Niraj Patel