મેક્સવેલની વેડિંગ પાર્ટીમાં કોહલી બન્યો “પુષ્પા”, આ ગીત પર લગાવ્યા એવા ઠુમકા કે તમે પણ થઇ જશો ફેન

પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે તેની મંગેતર વિની રમન સાથે 27 માર્ચ 2022 ના રોજ પરંપરાગત રિવાજો અનુસાર લગ્ન કર્યા. દંપતીએ તેમના ખ્રિસ્તી લગ્નથી લઈને તેમના તમિલ લગ્ન સુધીની તસવીરોથી ચાહકોને ખુશ કર્યા. હવે તેમના લગ્નની પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 27 એપ્રિલ 2022ના રોજ, IPL ટીમ ‘રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર’ દ્વારા ગ્લેન મેક્સવેલ અને વિની રમન માટે લગ્નની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આખી ટીમ તેમના પરિવાર સાથે ત્યાં પહોંચી હતી.

બાયો-બબલમાં આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની કેટલીક તસવીરો RCB દ્વારા 28 એપ્રિલ 2022ના રોજ તેના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરવામાં આવી છે. ગ્લેન અને વિનીના લગ્નની પાર્ટીમાંથી તસવીરો ઉપરાંત ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સામે આવ્યો, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો. પાર્ટીમાંથી સામે આવેલા વીડિયોમાં વિરાટ કોહલી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુના આઈટમ નંબર ‘ઓ અંટવા’ પર જોરદાર ડાન્સ કરતો જોઈ શકાય છે.

આ વિડીયો તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 28 એપ્રિલ 2022ના રોજ અનુષ્કા શર્માએ તેના પતિ વિરાટ કોહલી સાથે ગ્લેન અને વિનીના લગ્નની પાર્ટીની બે તસવીરો પણ શેર કરી હતી. આ સાથે, બાયો બબલ માં યોજાયેલા લગ્ન વિશે તેણે કહ્યું, “બબલમાં લગ્ન સમારોહ! હવે મને લાગે છે કે, મેં કદાચ દરેક ફંક્શન અને તહેવારને બબલમાં જોયા છે અને ઉજવ્યા છે!” અનુષ્કા શર્માએ લગ્નના ફંક્શન માટે ગુલાબી સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અભિનેત્રીએ સાઈડ દુપટ્ટા વડે તેનો લુક પૂર્ણ કર્યો અને માત્ર ખુલ્લા વાળ, ઇયરિંગ્સ અને ગ્લેમ મેકઅપ વડે તેનો દેખાવને આકર્ષક બનાવ્યો. ત્યાં, વિરાટ કોહલીએ બ્લેક કલરના કુર્તા સાથે પાયજામા પહેર્યો હતો, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે IPL રમનાર મેક્સવેલ 2017થી ભારતીય મૂળની વિનીને ડેટ કરી રહ્યો હતો.

જો કે બંનેએ થોડા દિવસો પહેલા લગ્ન કર્યા હતા, પરંતુ આ વખતે તમિલ રીતે લગ્ન કર્યા હતા. આ પાર્ટીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના નવા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ડુ પ્લેસિસની સાથે તેની પત્ની ઈમારી વિસેર, બંને પુત્રીઓ એમિલી અને જોય પણ હતા. ઇમારી સાડી અને ડુ પ્લેસિસ કુર્તા-પાયજામામાં જોવા મળ્યા હતા.

IPL 2022માં બાયો-બબલ્સની વચ્ચે પણ ખેલાડીઓ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. બુધવારે એટલે કે 27 એપ્રિલના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના લગ્નની પાર્ટી દરમિયાન ટીમના ખેલાડીઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન RCBનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી બ્લેક કુર્તા પાયજામા પહેરીને આવ્યો હતો.

તેણે શાહબાઝ અહેમદ અને આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે ખૂબ મસ્તી કરી હતી. ટીમના અન્ય ખેલાડીઓએ પણ જોરદાર ડાન્સ કર્યો હતો.વિરાટના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. RCB અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે તાજેતરમાં રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું.

જેમાં ઘણા ખેલાડીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં વિરાટ કોહલી સુપરહિટ ફિલ્મ પુષ્પાના આઇટમ ગીત ‘ઓ અંટવા’ પર જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બ્લેક કુર્તા પાયજામા પહેરેલો વિરાટ કોહલી આ વીડિયોમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે.

જો કે, કેટલાક લોકો આ વીડિયો જોયા બાદ તેને ખૂબ ટોણા મારી રહ્યા છે અને કહી રહ્યા છે કે IPLના પ્રદર્શન પર ધ્યાન આપો. વીડિયોમાં વિરાટ અન્ય ખેલાડીઓ સાથે પુષ્પાના ગીત પર ખૂબ જ મજેદાર ડાન્સ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ તેને વાયરલ થતા વધુ સમય નથી લાગ્યો.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલની વાત કરીએ તો, તેણે થોડા સમય પહેલા જ ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા હતા, જેની તસવીરો સામે આવી હતી. લગ્ન પછી તરત જ મેક્સવેલ IPL રમવા માટે ભારત આવ્યો હતો.તેથી અહીં પહોંચીને તેણે RCB ટીમનું શાનદાર સ્વાગત કર્યું હતું. જેમાં તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. આ વખતે પણ તે ટીમનો ભાગ છે.

પરંતુ અત્યાર સુધી તેના બેટથી કોઈ મોટી સિદ્ધિ જોવા મળી નથી. આ વખતે આઈપીએલમાં બે વખત શૂન્ય પર આઉટ થયેલો વિરાટ કોહલી હાલમાં માત્ર રમત જ નહીં પરંતુ તેના ડાન્સથી પણ છવાયેલો છે.ગ્લેન મેક્સવેલની પાર્ટીમાં બોલિવૂડ દિવા અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. તે તેના પતિ સાથે સુંદર પોઝ પણ આપતી જોવા મળી હતી.

મેક્સવેલને તેની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા IPL મેગા ઓક્શન પહેલા જાળવી રાખવામાં આવ્યો હતો. વર્તમાન સિઝનમાં, RCBએ અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાં તેણે 5માં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 5માં નંબર પર છે.

Shah Jina