વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો વિરાટ કોહલી- વિશ્વ કપ 2023માં તોડ્યા અનેક રેકોર્ડ

ગોલ્ડન બેટથી લઇને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, 12માંથી 6 એવોર્ડ ભારતીયોના નામ- જુઓ લિસ્ટ

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ છ વિકેટે જીતી લીધી અને આ સાથે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બની ગયુ. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 240 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવીને આ સિદ્ધિ મેળવી હતી. ટ્રેવિસ હેડને મેચમાં તેની સદીની ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023 પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

આ સાથે જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા માટે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ મળ્યો હતો. વિરાટ કોહલીને વર્લ્ડ કપ 2023નો પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ 11 મેચમાં 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા છે. આ ટૂર્નામેન્ટમાં તેણે ત્રણ સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં ઘણા રેકોર્ડ બનાવ્યા.

વિરાટ કોહલીએ વિશ્વ કપમાં સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીએ વિશ્વ કપમાં સચિન તેંડુલકરનો સૌથી વધુ રન (673 રન)નો રેકોર્ડ તોડ્યો હતો. આ ઉપરાંત, ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમિફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ તેની 50મી સદી ફટકારીને સચિન તેંડુલકરનો સૌથી વધુ ODI સદીનો રેકોર્ડ તોડ્યો હતો.ટ્રેવિસ હેડે 120 બોલમાં 137 રન બનાવ્યા હતા. માર્નસ લાબુશેને તેની ઇનિંગમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

47 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ ટ્રેવિસ હેડે માર્નસ લાબુશેન સાથે 192 રનની ભાગીદારી કરી હતી. આ ઉપરાંત બોલ સાથે બે ઓવરમાં ચાર રન આપ્યા હતા. ટ્રેવિસ હેડ મોહિન્દર અમરનાથ (1983), અરવિંદા ડી સિલ્વા (1996), શેન વોર્ન (1999) પછી ચોથો ખેલાડી બની ગયો છે, જે વર્લ્ડ કપની સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે.

વર્લ્ડ કપ 2023 એવોર્ડ્સની વિનર લિસ્ટ

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટઃ વિરાટ કોહલી (765 રન અને એક વિકેટ)

-પ્લેયર ઓફ ધ મેચ (ફાઇનલ): ટ્રેવિસ હેડ (137 રન)

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન (ગોલ્ડન બેટ): વિરાટ કોહલી (11 મેચમાં 765 રન)

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી: ક્વિન્ટન ડી કોક (ચાર સદી)

– ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ સ્કોર: ગ્લેન મેક્સવેલ (201* અફઘાનિસ્તાન સામે)

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ: ગ્લેન મેક્સવેલ

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ અર્ધશતક: વિરાટ કોહલી (છ અર્ધસદી)

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ (ગોલ્ડન બોલ): મોહમ્મદ શમી (24 વિકેટ)

-ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર: મોહમ્મદ શમી (સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 7/57)

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર: રોહિત શર્મા (31 સિક્સર)

-ટૂર્નામેન્ટમાં સૌથી વધુ કેચ: ડેરીલ મિશેલ (11 કેચ)

-ટૂર્નામેન્ટમાં વિકેટકીપર દ્વારા સૌથી વધુ આઉટ: ક્વિન્ટન ડી કોક (20 આઉટ)

Shah Jina