પાકિસ્તાની ફેન્સના દિલ પર છવાયા વિરાટ કોહલી અને રોહિત શર્મા, કર્યુ કંઇક એવું કે જીત્યા ફેન્સના દિલ- જુઓ વીડિયો

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં ફેલાયેલી છે. દેશની સરહદ પાર પણ કિંગ કોહલીના ચાહકોની કમી નથી. ટીમ ઈન્ડિયા સંયુક્ત આરબ અમીરાતમાં આજથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2022માં પાકિસ્તાન સામેની પ્રથમ મેચની તૈયારી કરી રહી છે ત્યારે ચાહકો તેમના હીરોને મળવા માટે સ્ટેડિયમની બહાર કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટરોના વખાણ કરવા જ જોઈએ, તેઓ તેમના ચાહકોને ખુશ કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. વિરાટ કોહલીને જ લઇ લો. તેણે તેની એક ગર્લ ફેન સાથે સેલ્ફી લીધી અને પાકિસ્તાની ફેનનું સપનું પૂરું કર્યું.

હવે તેણે પાકિસ્તાનથી UAEમાં મળવા આવેલા દિવ્યાંગ ચાહકનું દિલ છીનવી લીધું. કિંગ કોહલીના જબરા ફેન તેને મળવા માંગતા હતા અને જ્યારે વિરાટ કોહલી પ્રેક્ટિસમાંથી બહાર આવ્યો ત્યારે તે સીધો મહિલા ફેન પાસે ગયો. પાકિસ્તાની મહિલા ફેનના ચહેરા પર ખુશી જોતા જ બની રહી હતી. આ ક્ષણનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. કરાચીમાં રહેતી એક દિવ્યાંગ મહિલાએ કોહલીના ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું- હું બીજા કોઈની ફેન નથી. મને વિરાટ કોહલી શ્રેષ્ઠ ગમે છે. હું તેને મળવા માટે જ અહીં આવી છું. તેણે અમને સમય આપ્યો. અમારી સાથે સેલ્ફી લીધી, તે એક સારો વ્યક્તિ છે.

તમને જણાવી દઈએ કે બાબર આઝમ આ સમયે પાકિસ્તાન માટે સૌથી મોટા ક્રિકેટ સ્ટાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તે બાબરને બદલે વિરાટની ફેન હોય તો તે પોતાનામાં જ નવાઈની વાત છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ICC એકેડમી ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી રહી હતી. 28 ઓગસ્ટ રવિવારે પાકિસ્તાન સામે ટીમ તેની પ્રથમ મેચ રમવાની છે. આ મેચમાં બધાની નજર વિરાટ કોહલી પર છે અને તેના ચાહકો ઈચ્છી રહ્યા છે કે કિંગ કોહલી ફરી એકવાર જૂના ફોર્મમાં જોવા મળે. વિરાટ કોહલી ઉપરાંત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ ચાહકોનું દિલ જીતી લીધુ છે.

તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની ફેન્સ રોહિતને અવાજ આપે છે, ત્યારબાદ ભારતીય ટીમનો કેપ્ટવ તેને મળવા મેદાનની બહાર પહોંચી જાય છે. રોહિતે ચાહકો સાથે હાથ મિલાવ્યા. એક પ્રશંસકે તેને ગળે લગાવવાનો આગ્રહ કર્યો પરંતુ વચ્ચે એક અવરોધ હતો. આ પછી પણ રોહિતે તે ફેનની ઈચ્છા પૂરી કરી. ફેનનું એમ પણ કહેવું છે કે તે 10 વર્ષથી રોહિતને મળવા માંગતો હતો. રોહિત શર્માના કેપ્ટન બન્યા બાદ ભારતીય ટીમે T20 ક્રિકેટમાં રમવાની રીત બદલી નાખી છે.

ઈંગ્લેન્ડમાં ટીમે ગજબની વ્યૂહરચના સાથે જીત હાંસિલ કરી. વેસ્ટ ઈન્ડિઝમાં પણ ભારતની રમવાની રીત ગજબની હતી અને ટીમ ત્યાં પણ જીતી ગઈ. હવે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનની સાથે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા જેવી ટીમો સાથે રમવાનું છે. આ ટીમો માટે ટીમ ઈન્ડિયાને રોકવું આસાન નહીં હોય. છેલ્લા બે એશિયા કપમાં ભારતને એક પણ હાર મળી નથી. બંને વખત ટીમ અજેય રહીને ચેમ્પિયન બની હતી. ત્યારે હવે આ વખતે શું થાય છે તે જોવાનું રહ્યુ.

Shah Jina