આવો દુર્લભ કાચબો તમે પણ ક્યારેય નહિ જોયો હોય, જેના છે બે માથા, વીડિયોને જોઈને વૈજ્ઞાનિકો પણ રહી ગયા હેરાન

સોશિયલ મીડિયામાં ઘણીવાર અજીબો ગરીબ જીવોના વીડિયો અને તસવીરો વાયરલ થતા હોય છે, જેને જોઈને કોઈપણ વ્યક્તિ હેરાન રહી જતું હોય છે, ઘણીવાર આપણે ઘણા બાળકોને ટ્વીન્સ એટલે કે જોડિયા પેદા થતા જોયા હશે, પરંતુ આજે અમે તમને એક જોડિયા કાચબાનો વીડિયો બતાવીશું જે આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયો હોય.

અહેવાલો અનુસાર બે મોઢા સાથે જન્મવાની દુર્લભ સ્થિતિને બાયસેફલી કહેવામાં આવે છે. વાયરલ વીડિયોમાં દેખાતો નવજાત કાચબો બે જોડિયા કાચબા જેવો દેખાય છે, જેના માથા અને છ પગ અલગ-અલગ છે પરંતુ ઉપરનો ભાગ એક જ છે. આ વીડિયો જોઈને દર્શકો ચોંકી ગયા છે. આ વિચિત્ર કાચબાને જોઈને માત્ર દર્શકો જ નહીં પરંતુ વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જે કાચબા છે પરંતુ તેના બે માથા અને છ પગ છે. આ કાચબાને જોઈને દર્શકો આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલાક દર્શકોનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં કાચબાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સામાન્ય રીતે આવા વીડિયો જોવા મળતા નથી, તેથી દર્શકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવે છે અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર આ વીડિયોનો દબદબો છે. આ પહેલા પણ કાચબાના બે માથાવાળા કિસ્સા જોવા મળ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામના rhmsuwaidi પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેને હજારો લોકોએ જોયો છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા પછી જોનારા દંગ રહી ગયા છે અને આ વીડિયોને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરી રહ્યા છે. અહેવાલો કહે છે કે આવા પ્રાણીઓનું જીવવું મુશ્કેલ છે કારણ કે બંને માથા ઘણીવાર શરીરને વિરુદ્ધ દિશામાં ખેંચે છે. અસ ઉપરાંત બે માથાવાળા પ્રાણીઓમાં, સૌથી મોટી સમસ્યા ખોરાકની છે અને ઘણીવાર બંને માથા ખોરાકને લઈને એકબીજા સાથે લડે છે.

Niraj Patel