રસ્તા વચ્ચે ખુલ્લેઆમ ઝઘડતા-ઝઘડતા નાળામાં પડી કરોડપતિ પરિવારની વહુઓ, એકબીજાના વાળ ખેંચી મારી લાતો- જુઓ વીડિયો

કરોડપતિ ઘરની દેરાણી-જેઠાણી કુતરા બિલાડા જેવી લડાઈ લડી અને ગટરમાં ખાબકી ગઈ, વીડિયો જોઈને કહેશો હે ભગવાન આ શું થઇ રહ્યું છે….

સંપત્તિની લાલચમાં ભલભલા લોકો પોતાના જ સાથે ઝઘડે છે. આવું આપણે ઘણીવાર જોયુ હશે કે સાંભળ્યુ હશે. આવા અનેક ઉદાહરણો સામે પણ આવ્યા છે, ત્યારે હાલ રાજસ્થાનના અજમેરમાં આવું જ એક ઉદાહરણ જોવા મળ્યુ છે. સંબંધમાં જેઠાણી-દેરાણી જણાતી બે મહિલાઓ રસ્તા પર ખુલ્લેઆમ ઝઘડતી જોવા મળી રહી છે.

તેઓ એટલી હદ સુધી ઝઘડે છે કે બંને ગટરમાં પડી જાય છે. તેમ છતાં બંને વચ્ચે બોલાચાલી અને મારામારી ચાલુ જ રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને મહિલાઓ કરોડપતિ પરિવારની વહુઓ છે. બંને એક જ ઘરની વહુઓ છે, પરંતુ જ્યારે પ્રોપર્ટીની વાત આવી તો તેઓ રસ્તા વચ્ચે જ ઝઘડવા લાગ્યા.

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને મહિલાઓ ગટરમાં એકબીજા સાથે ઝપાઝપી કરતી જોવા મળી રહી છે. આ ઘટના રાજસ્થાનના અજમેરમાં તાતગઢ રોડ પર નાયરા પેટ્રોલ પંપ પાસે બની હતી. અહીં મિલકતના વિવાદને લઈને પહેલા બે પક્ષો સામસામે આવી ગયા હતા. પછી વાત આગળ વધી તો અપશબ્દો બોલવા લાગ્યા.

આ દરમિયાન બંને મહિલાઓએ મારામારી શરૂ કરી હતી. આ ઝપાઝપી વચ્ચે પરિવારના અન્ય સભ્યો તેમને છોડાવવાને બદલે વધુ ઝઘડતા જોવા મળ્યા હતા. પહેલા તો બંને મહિલાઓ રસ્તા પર એકબીજાના વાળ પકડીને ઝઘડતી રહી હતી, ત્યારબાદ બંને ગટરમાં પડી ગયા હતા. ત્યાં પણ બંને રોકાયા નહિ અને ઝઘડવાનું ચાલુ જ રાખ્યુ. આ દરમિયાન એક યુવક પણ ગટરમાં કૂદી પડ્યો હતો.

પરિવારના યુવાનો પણ પાછળ ન રહ્યા. તેઓએ પણ મહિલાઓને લાતોથી માર માર્યો હતો. આમામલો બુધવારે સાંજે 6 વાગ્યાનો છે. એસએચઓએ જણાવ્યું કે ઉદયપુર હાઈવે પર સ્થિત નાયરા પેટ્રોલ પંપના માલિક નરેન્દ્ર કુમાવત અને તેના સ્વર્ગસ્થ ભાઈ રાહુલની પત્ની સંગીતા કુમાવત વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે. બુધવારે સંગીતા કુમાવત તેના ભાઈ અને અન્ય લોકો સાથે પેટ્રોલ પંપ પર પહોંચી અને હંગામો શરૂ કર્યો.

હંગામો એટલો વધી ગયો કે સંગીતા કુમાવત અને તેના પરિવારના સભ્યોએ ઝપાઝપી કરી અને તોડફોડ કરી. હંગામો જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઈ હતી. કેટલાક લોકોએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા પરિવારે કોઈનું સાંભળ્યું ન હતું. પરિવારની મહિલાઓએ એકબીજા પર મુક્કા મારવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કુમાવતની પત્ની ચંદા અને પુત્રવધૂ શિખાએ સંગીતાને માર મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ત્રણેય ગટરમાં પડી ગયા હતા. અહીં પણ તેમની લડાઈ અટકી ન હતી.

તેઓએ એકબીજાને જોરદાર માર માર્યો. આ પછી પરિવારના કેટલાક યુવકો આવ્યા અને મહિલાઓને લાતો મારી. કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાઓ દેરાણી-જેઠાણી છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. SHOના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર કુમાવત અને સંગીતા કુમાવત બંનેએ આ કેસમાં એકબીજા સામે મારપીટ, તોડફોડ અને છેડતીનો કેસ દાખલ કર્યો છે.

Shah Jina