ખબર

ગૌતમ અદાણીના મોટા ભાઈ પણ છે વિશ્વના સૌથી ધનવાન NRI, એક દિવસની કમાણી સાંભળીને જ તમારા હાજા ગગડી જશે, જાણો શું કામ કરે છે

ગૌતમ અદાણીના ભાઇ વિનોદ અદાણી રોજના કમાય છે અધધધધ કરોડ, આંકડો સાંભળીને કાન ફાટી જશે

ભારતના ટોચના 10 અમીરોની યાદીમાં એક નહીં પરંતુ બે અદાણીઓ સામેલ થયા છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. આ સાથે જ તેમના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ અદાણી આ યાદીમાં છઠ્ઠા નંબર પર આવી ગયા છે. વિનોદ અદાણી ભારતના સૌથી ધનવાન બિનનિવાસી ભારતીય એટલે કે સૌથી ધનિક NRI છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેમની એક દિવસની કમાણી 102 કરોડ રૂપિયા છે.

વિનોદ અદાણીનો દુબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો બિઝનેસ છે. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 10 ગણો વધારો થયો છે. ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ અદાણીને IIFLની વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં સૌથી ધનિક NRI તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તે ભારતના અમીર લોકોમાં 6 માં નંબર પર છે. ગયા વર્ષે તે 49માં નંબરે હતા.

તેમની સંપત્તિ એક વર્ષમાં 28 ટકા વધીને રૂ. 1,69,000 કરોડ થઈ છે. તમને જણાવી દઈએ કે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2022માં એવા 1103 ભારતીયો છે જેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી વધુ છે. જેમાંથી 94 NRI છે. છેલ્લા 5 વર્ષમાં વિનોદ અદાણીની સંપત્તિમાં 9.5 ગણો વધારો થયો છે. આ દરમિયાન તેમની સંપત્તિ 17,800 કરોડ રૂપિયાથી વધીને 1,69,000 કરોડ રૂપિયા થઈ ગઈ.

આ ઉપરાંત તેમના નાના ભાઈ ગૌતમ અદાણી 2018માં 8મા સ્થાનેથી વધીને આ વર્ષે નંબર 1 પર પહોંચી ગયા છે. એટલે કે છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 15 ગણો વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ રૂ. 71,200 કરોડથી વધીને રૂ. 10,94,400 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન મુકેશ અંબાણીની સંપત્તિમાં 2.1 ગણો અને આરકે દામાણીની સંપત્તિમાં 3.8 ગણો વધારો થયો છે.