“શું પૂનમ પાંડેનું મોત ફક્ત અફવા છે ? થોડા જ દિવસમાં થશે ખુલાસો !” આ સેલિબ્રિટીનું ચોંકાવનારું નિવેદન

Vineet Kakkad called Poonam’s death a fake : અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના ચાહકો માટે શુક્રવાર એક ખરાબ સમાચાર લઈને આવ્યો છે, તેના સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું હતું કે પૂનમ હવે અમારી વચ્ચે નથી. સર્વાઇકલ કેન્સરથી તેમનું મૃત્યુ થયું હતું. આ સમાચારે સમગ્ર દેશ અને મનોરંજન  જગતને હચમચાવી દીધી હતું. કારણ કે પૂનમને જોઈને એવું ક્યારેય નહોતું લાગતું કે તે કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. પૂનમના મૃત્યુના સમાચાર પછી તેના તમામ મિત્રોએ શોક વ્યક્ત કર્યો હતો.

વિનીત કક્કડે કહ્યું ફેક :

તો બીજી તરફ હવે તેના એક મિત્ર ટીવી અભિનેતા વિનીત કક્કડે અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડેના મૃત્યુના સમાચારને 100 ટકા ફેક ગણાવ્યા છે. જો કે તેણે આ પબ્લિસિટી સ્ટંટ હોવાનો પણ ઇનકાર કર્યો હતો. કંગના રનૌતના હોસ્ટ રિયાલિટી શો ‘લોકઅપ’ની પ્રથમ સિઝનમાં વિનીત કક્કડ પૂનમ પાંડે સાથે સહ-સ્પર્ધક હતો. શુક્રવારે સવારે, પૂનમ પાંડેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ આવી હતી જેમાં સર્વાઇકલ કેન્સરથી તેણીના મૃત્યુની જાહેરાત કરવામાં આવી હતી.

પૂનમ મજબૂત મહિલા છે :

‘રહસ્યમય મૃત્યુ’ વિશે વાત કરતાં વિનીતે કહ્યું, “મને લાગે છે કે આ સમાચાર નકલી છે. હું પૂનમને ઓળખું છું, તે એક મજબૂત મહિલા છે. મેં તેની સાથે ‘લોકઅપ’ શોમાં બે અઠવાડિયા વિતાવ્યા છે. હું તેના વ્યક્તિત્વને જાણું છું અને પાત્ર…તે ખૂબ જ મજબૂત મહિલા છે. તે તેને કંગના રનૌતની 2022ની ફિલ્મ ‘ધાકડ’ના પ્રીમિયર દરમિયાન અને તાજેતરમાં ‘લૉકઅપ’ ડિરેક્ટરની બર્થડે પાર્ટીમાં મળ્યો હતો. આ ત્રણ-ચાર મહિના પહેલાની વાત છે. અમે સાથે ભાગ લીધો અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે કોઈ ગંભીર બીમારીથી પીડિત છે. તે સ્વસ્થ દેખાતી હતી અને સારા મૂડમાં હતી.

એકાઉન્ટ હેક થયું હોઈ શકે છે :

અભિનેતાએ આગળ કહ્યું, “આ ફેક સમાચાર છે અને થોડા દિવસોમાં તમને ખબર પડી જશે કે આવું છે. દરેકના ફોન બંધ થઈ રહ્યા છે, કદાચ કોઈએ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અથવા તેના મેનેજરનું એકાઉન્ટ હેક કર્યું છે.” “કંઈ પણ થઈ શકે છે. હું આ સમાચાર સાચા છે તે માની શકતો નથી. તે માનવું મુશ્કેલ છે કે તેણીને સર્વાઇકલ કેન્સર જેવું ગંભીર કંઈક હતું અને તેના કોઈ લક્ષણો નહોતા. આ આટલું અચાનક કેવી રીતે થઈ શકે?”

પરિવાર નહિ કહે ત્યાં સુધી વિશ્વાસ નહીં કરું :

“મને ખબર નથી કે આવું શા માટે અને કોણ કરી રહ્યું છે. કોઈ કહી રહ્યું છે કે તેનો મૃતદેહ પુણેમાં છે, તો કોઈ કહે છે કે તે કાનપુરમાં છે. જ્યાં સુધી તેના પરિવારના સભ્યો તેના વિશે વાત નહીં કરે ત્યાં સુધી હું આ સમાચાર પર વિશ્વાસ નહીં કરું.” તેણે વધુમાં ઉમેર્યું હતું કે, “અત્યારે તેના પરિવારના કોઈ સભ્ય સંપર્કની બહાર નથી. હું આ બાબતમાં અન્ય કોઈ પર વિશ્વાસ કરીશ નહીં.” વિનીતે કહ્યું, “પૂનમ, તું જ્યાં પણ હોય, પ્લીઝ જલ્દી આવો અને પોતાના વિશેની સ્થિતિ સ્પષ્ટ કરો.”

Niraj Patel