કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માગી રહ્યા હતા 2 યુવક, ગ્રામીણોએ તલાશી લેવા જે કર્યુ તે જાણી હેરાન રહી જશો

MP ખરેખર અદ્ભુત છે, કારણ કે અહીં જે થાય છે તે બીજે ક્યાંય થતું નથી. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના એક ગામમાં ગ્રામજનોએ બે યુવકોને કિન્નરના વેશમાં અને પૈસાની માંગણી કરતા પકડ્યા. જ્યારે ગ્રામજનોએ તેમને પકડીને પૂછપરછ કરી અને તેમના કપડા ઉતાર્યા ત્યારે તેઓએ અંદર પેન્ટ અને શર્ટ પહેરેલા હતા.

આ પછી ગામલોકો સમજી ગયા કે તેઓ નકલી કિન્નરનો વેશ ધારણ કરી પૈસા માંગી રહ્યા છે. બંને યુવકો પાસે મિર્ચી સ્પ્રે અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી. બાદમાં ગ્રામજનોએ સાચા કિન્નરોમે જાણ કરી અને યુવકોને તેમના હવાલે કર્યા. પ્રાપ્ત વિગત મુજબ નનાવદ ગામના બે કિન્નર બનીને ફરી રહ્યા હતા, ગામમાં લોકો પાસે ચંદો માંગી રહ્યા હતા.

અચાનક આ નકલી કિન્નરોએ કેટલાક લોકોને પાસે વધુ પૈસાની માંગણી કરતા બહેસ કરવાની શરૂ કરી. આ કારણે કેટલીક મહિલાઓને તેમની હરકતો પર શંકા ગઈ. જ્યારે તેઓએ ગામના કેટલાક લોકોને તેમની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું ત્યારે તેઓએ આ યુવકોને ઘેરી તેમની પૂછપરછ શરૂ કરી.

આના પર યુવકોએ આશીર્વાદ આપવા અને માંગવાનો મુદ્દો છોડી બદમાશોની ભાષામાં વાત કરવાનું શરૂ કર્યુ અને ધમકીઓ પણ આપી. બસ પછી શું હતુ ગામવાળાઓએ આ નકલી કિન્નરોને પકડીને તેમના કપડા ઉતાર્યા ત્યારે બંને છોકરાઓ જીન્સ અને ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા. પરંતુ આ છોકરાઓ પાસેથી બીજું જે કંઈ મળ્યું તેનાથી ગ્રામજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.

આ લોકો પાસે મિર્ચી સ્પ્રે જેવી ખતરનાક વસ્તુઓ પણ મળી આવી હતી. આ પછી ગ્રામજનોએ સાચા કિન્નરોને બોલાવીને બંને યુવકોને તેમના હવાલે કર્યા. હાલ તો આ સમગ્ર ઘટના અંગે વિસ્તારની પોલીસને કોઈ માહિતી મળી ન હોવાનું સામે આવ્યુ છે.

Shah Jina