પૂરમાં ડૂબેલી બોટ બ્રિજ સાથે ટકરાઇ, એક ઝાટકામાં તબાહ થઇ 50 થી વધુ લોકોની ઝિંદગી- જુઓ ખતરનાક વીડિયો

દક્ષિણ બ્રાઝિલમાં પૂરના કારણે શનિવારે એટલે કે 4 મેના રોજ એક બોટ પુલ સાથે અથડાઈ અને પલટી ગઈ. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે દક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે મૃત્યુઆંક 50થી પણ વધુ થઈ ગયો છે, જ્યારે ઘણા લોકો લાપતા છે.

સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, બોટ દુર્ઘટનાને કારણે ઘણા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો લાપતા છે. બ્રાઝિલમાં પૂરનો કહેર યથાવત છે. દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રીપોર્ટ અનુસાર, પૂરના કારણે અત્યાર સુધીમાં 58 લોકોના મોત થયા છે, જ્યારે 74થી વધુ લોકો ઘાયલ થયા છે.

70 હજારથી વધુ લોકોને પૂરના કારણે તેમના ઘર છોડવા પડ્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, પૂરને કારણે રિયો ગ્રાન્ડે ડો સુલમાં 420,000 થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 32,000થી વધુ લોકો બેઘર થઈ ગયા છે.

Shah Jina