ભારે કરી! આ ગામના લોકો ચાલતા ચાલતા રસ્તા પર સુઈ જાય છે, મહિનાઓ સુધી પડ્યા રહે છે

દરેક વ્યક્તિને ઉંઘ ખૂબ જ પ્રિય હોય છે. જ્યારે ઉંઘ આવે છે ત્યારે લોકો બધું પાછળ છોડીને ઉંઘી જાય છે. કેટલાક લોકો ચારથી પાંચ કલાક ઉંઘે છે, જ્યારે કેટલાક લોકો સાતથી આઠ કલાક ઉંઘે છે. શું તમે કલ્પના કરી શકો છો કે લોકો ચાલતા ચાલતા સૂઈ જાય, અને તે પણ રસ્તા પર? હા, આ એકદમ સાચું છે. (તમામ તસવીરો: પ્રતીકાત્મક)

કઝાકિસ્તાનમાં એક ગામ છે, જ્યાં લોકો રસ્તા પર સૂઈ જાય છે. તે ઘણા દિવસો સુધી રસ્તા પર ઉંઘી રહે છે. આ ગામનું નામ કલાચી છે. કલાચી ગામના લોકો એટલી બધી ઉંઘ લે છે કે કોઈ કલ્પના પણ ન કરી શકે. ખરેખર, ઉત્તરીય કઝાકિસ્તાનમાં સ્થાયી થયેલા આ ગામના લોકો રહસ્યમય ઉંઘની બીમારીથી પીડિત છે.

પ્રથમ કેસ વર્ષ 2010 માં સામે આવ્યો હતો : એકવાર સૂઈ ગયા પછી, આ ગામના લોકો ઘણા દિવસો અને મહિનાઓ સુધી જાગતા નથી. કલાચી ગામમાં કેટલાય દિવસો સુધી સૂવાનો પહેલો કિસ્સો 2010માં આવ્યો હતો. અહીં કેટલાક બાળકો શાળામાં ઝપકી લેતી વખતે અચાનક પડી ગયા. તે પછી તે સૂઈ ગયા. પછી આ રોગથી પીડિત લોકોની સંખ્યા આ ગામમાં ઝડપથી વધવા લાગી.

વૈજ્ઞાનિકો સતત ગામ પર સંશોધન કરી રહ્યા છે, પરંતુ આજ સુધી આ રોગ જાણી શકાયો નથી. ડોક્ટરો અને વૈજ્ઞાનિકો રોગ વિશે જાણી શક્યા નથી કે આખરે અહીંના લોકો આટલા દિવસો સુધી કેવી રીતે ઉંઘે છે! આ ગામને હવે ‘સ્લીપી હોલો’ કહેવામાં આવી રહ્યું છે.

જેને બીમારી છે તેમને પણ ખબર નથી : ગામમાં આશરે 600 લોકોની વસ્તી છે. અહીંના 14 ટકાથી વધુ લોકો આ રહસ્યમય રોગથી પીડિત છે. ચોંકાવનારી બાબત એ છે કે જેમને આ રોગ છે તેમને ખબર પણ નથી કે તેઓ ઉંઘી ગયા છે. અહીં લોકો ગમે ત્યાં સૂતા જોવા મળશે. બજાર, શાળામાં અથવા રસ્તા પર ચાલતી વખતે લોકો સૂઈ જાય છે. તે પછી તે ઘણા દિવસો સુધી સુતા રહે છે.

આ ગામ પાસે યુરેનિયમની ખાણ હતી. હવે આ ખાણ બંધ છે. ખાણમાં ઝેરી રેડિયેશન હતું. એવું માનવામાં આવે છે કે લોકો આ ખાણના કારણે આવા વિચિત્ર રોગથી પિડિત થયા હશે. જો કે, આ ગામમાં હજુ સુધી કોઈ ચોક્કસ માત્રામાં રેડિએશનન જોવા મળ્યું નથી.

YC