...
   

સલમાન ખાનના ઓનસ્ક્રીન ગુરુજીનું નિધન થતા જ બોલીવુડમાં શોકની લહેર, મોટા મોટા સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે ખુબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. બૉલીવુડ હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે હવે આ દુનિયામાં નથી રહ્યા નથી. આ પીઢ ફેમસ અભિનેતા ઘણા સમયથી બીમાર હતા. છેલ્લા 15 દિવસથી તેમની પુણેની મોટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 77 વર્ષની વયે વિક્રમ ગોખલે એ આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી છે.

થોડા ટાઈમ પહેલા જ આપણે બૉલીવુડ અને ટીવીની એક્ટર તબસ્સુમ ગોવિલને ગુમાવી દીધી છે. તેમના જવાના શોકમાંથી બોલિવૂડ હજું બહાર આવ્યું નહોતું, આવી સ્થિતિમાં આ અભિનેતાના અવસાનના દુઃખદ સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ચાહકોને મોટો આંચકો આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દિગ્ગજ અભિનેતાની હેલ્થ અચાનક જ બગડી ગઈ પછી તેમને તાત્કાલિક પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત સતત બગડી રહી હતી. ત્યારબાદ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાનો જન્મ ફિલ્મી પરિવારમાં થયો હતો. આ એક્ટરનો જન્મ 14 નવેમ્બર, 1945ના રોજ પુણેમાં થયો હતો. તેમના પરિવારમાં એક્ટિંગ શરૂઆત તેમના પરદાદીથી થઈ હતી. વિક્રમ ગોખલેના પરદાદી દુર્ગાબાઈ કામત ભારતીય પડદાની પ્રથમ મહિલા અભિનેત્રી હતી.

તેમના દાદી કમલાબાઈ ગોખલેએ આપણા ઇન્ડસ્ટ્રીના ફર્સ્ટ વુમન ચાઈલ્ડ એક્ટર તરીકે કામ શરુ કર્યું હતું અને તેમના પિતા ચંદ્રકાંત ગોખલે પણ મરાઠી સિનેમાના પીઢ અભિનેતા હતા. પરિવારના રસ્તે ચાલીને વિક્રમ ગોખલે પણ સિનેમા સાથે જોડાયા.

જો કે, તેમનું નામ હંમેશા થિયેટર સાથે જોડાયેલું હતું. તેમની પહેલી ફિલ્મ ‘પરવાના’ વર્ષ 1970માં રિલીઝ થઈ હતી. પછી તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં જોવા મળ્યા. આ દિગ્ગજ એક્ટરે ફક્ત 26 વર્ષની વયે અભિનયની દુનિયામાં આવ્યા હતા તેઓએ 1971માં બોલિવૂડમાં આવ્યા હતા. પછી તેઓએ પહેલી મુવી બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે કરી હતી.

ફિલ્મનું નામ હતું ‘પરવાના’. વિક્રમ ગોખલે બ્લોકબસ્ટર ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ માટે જાણીતા છે. આ ફિલ્મમાં તેઓએ ઐશ્વર્યા રાયના પપ્પાનો રોલ કરેલો હતો. આ પછી ‘ખુદા ગવાહ’ અને ‘અગ્નિપથ’માં અભિનેતાને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. તેમણે ફેન્સના ઘરમાં પોતાની ઓળખ બનાવી.

YC