રિક્ષાચાલકે મારી પલટી :’મને ખબર ન હતી કે CM આવશે, પણ CM કેજરીવાલ જમવા આવ્યા એટલે અપમાન ન થાય માટે ….’ રિક્ષાવાળાએ કર્યો મોટો ધડાકો

12 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ઓટો ડ્રાઈવર વિક્રમ દંતાણીએ કેજરીવાલને તેના ઘરે જમવાનું આમંત્રણ આપ્યુ હતુ અને આ આમંત્રણ યુનિયન દ્વારા આપવા માટે કહેવામાં આવ્યું હતું. વિક્રમ દંતાણીએ કહ્યું કે હું ન તો આમ આદમી પાર્ટીમાં છું, ન તો મારે તેની સાથે કોઈ લેવાદેવા છે. ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી સાથે વાત કરતા વિક્રમ દંતાણીએ કહ્યું, “અમારા ગ્રુપમાં મેસેજ આવ્યો અને મને તેમને ડિનર માટે ઈન્વાઈટ કરવાનું કહેવામાં આવ્યું. હું શરૂઆતથી જ ભાજપ સાથે જોડાયેલો છું.

જ્યારથી હું મારો મત આપી રહ્યો છું ત્યારથી હું ભાજપ સાથે જોડાયેલો છું. હું શરૂઆતથી જ મોદીજીનો આશિક છું.” ઓટો ડ્રાઈવર વિક્રમે કહ્યું કે તેને ખબર નહોતી કે આટલું બધું રાજકારણ થશે. તેણે કહ્યું, “મેં તેમને સામાન્ય નાગરિકની જેમ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. મને ખબર નહોતી કે આના પર આટલું મોટુ રાજકારણ થશે. ભોજન લીધા બાદ આમ આદમી પાર્ટીનો કોઈ સભ્ય જોવા મળ્યો ન હતો. અમે મોદી સાહેબના પ્રેમી છીએ અને હંમેશા તેમને મત આપીએ છીએ. તમને જણાવી દઈએ કે 12 સપ્ટેમ્બરે કેજરીવાલે ઓટો ડ્રાઈવરો સાથે મુલાકાત કરી હતી

અને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન શહેરના ઘાટલોડિયા વિસ્તારના ઓટો ડ્રાઈવર વિક્રમ દંતાણીએ કેજરીવાલને તેમના ઘરે ડિનર માટે વિનંતી કરી હતી. વિક્રમ દંતાણીએ કેજરીવાલને કહ્યું કે, હું તમારો ફેન છું. સોશિયલ મીડિયા પર મેં જોયેલા વીડિયોમાં તમે પંજાબમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન કરવા ગયા હતા. તો શું તમે મારા ઘરે જમવા આવશો?” તમને જણાવી દઈએ કે જ્યારે કેજરીવાલ ઓટો ડ્રાઈવરના ઘરે ડિનર માટે જઈ રહ્યા હતા,

તે દરમિયાન પોલીસ અધિકારીઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. કેજરીવાલ એ વાત પર મક્કમ હતા કે તેઓ એ જ ઓટોમાં જમવા જશે. ગુજરાત પોલીસના અધિકારીઓએ સુરક્ષાના કારણોસર અરવિંદ કેજરીવાલને ઓટોમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેજરીવાલે કહ્યું કે તેમને કોઈ સુરક્ષા જોઈતી નથી.વિક્રમ દંતાણીએ જણાવ્યું કે કેજરીવાલે કેજરીવાલને સ્વેચ્છાએ પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું ન હતું.

યુનિયનના લોકોના કહેવા પર દિલ્હીના સીએમને ડિનર માટે ઘરે બોલાવવામાં આવ્યા હતા. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે કેજરીવાલને જે આમંત્રણ આપવામાં આવ્યું છે તે યુનિયન દ્વારા આપવામાં આવ્યું છે.તેણે કહ્યુ કે, મને ખબર નહોતી કે કેજરીવાલ આવશે, પણ તેઓ જમવા આવ્યા એટલે અપમાન ન થાય તે માટે જમાડીને મોકલ્યા’

Shah Jina