શું વધુ એક સ્ટાર કપલ લેવા જઇ રહ્યુ છે છૂટાછેડા ? સાઉથ સ્ટાર થલાપતિ વિજય લગ્નના 23 વર્ષ પછી પત્નીથી થશે અલગ…

શું લગ્નના 23 વર્ષ પછી પત્ની સાથે છૂટાછેડા લેવા જઇ રહ્યો છે વિજય, આખરે કેમ લાગી રહી છે અટકળો ?

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય આ દિવસોમાં તેમની ફિલ્મ વરિસુને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં કે રશ્મિકા મંદાના સાથે નજર આવશે. જો કે, અભિનેતા આ દિવસોમાં વધુ એક ખબરને લઇને પણ હેડલાઇન્સમાં છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, થલાપતિ વિજય પત્ની સંગીતા સાથે છૂટાછેડા લેવા જઇ રહ્યા છે. બંનેના છૂટાછેડાની ખબરોથી ચાહકો આઘાતમાં છે. જણાવી દઇએ કે, થલાપતિ વિજય અને સંગીતા સાઉથના લવિંગ કપલ્સમાંના એક છે.

પરંતુ આ દિવસોમાં ફિલ્મી ગલિયારાઓમાં બંનેના અણબનાવ અને છૂટાછેડાની ખબરો સામે આવી રહી છે. જો કે, આ ખબર કેટલી સાચી છે તે તો થલાપતિ વિજય અને તેની પત્ની સંગીતા જ જણાવી શકે છે. થલાપતિ વિજય અને સંગીતાના છૂટાછેડાની ખબરે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. થલાપતિ વિજય અને સંગીતાને આ લગ્નથી બે બાળકો, એક દીકરો જેસન અને એક દીકરી દિવ્યા છે.

આમ તે હજી અભિનેતા તરફથી છૂટાછેડાને લઇને કોઇ કન્ફર્મેશન નથી આવ્યુ પણ ખબરો એવી પણ છે કે બંને કેટલાક સમયથી અલગ રહી રહ્યા છે.થલાપતિ વિજય અને સંગીતાએ ઘણા વિચાર બાદ એ નિર્ણય કર્યો છે. કેટલાક મીડિયા સોર્સ એવું પણ કહી રહ્યા છે કે આ ખબર ખોટી છે. થલાપતિ વિજય અને સંગીતાનો અલગ થવાનો કોઇ પ્લાન નથી. બંને સાથે છે અને સંગીતા બાળકો સાથે યૂએસમાં હોલિડે મનાવી રહી છે. 

આ માટે તે વિજયની અપકમિંગ ફિલ્મ Varisuના મ્યુઝિક લોન્ચ પર ન આવી શકી. જણાવી દઇએ કે, 1996માં સંગીતાની મુલાકાત વિજય સાથે એક સેટ પર થઇ હતી. તે વિજયની મોટી ફેન હતી અને યુકેથી સ્પેશિયલી તેને મળવા આવી હતી. બંનએ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા. એવામાં સંગીતા એક ફેન તરીકે હંમેશા વિજયની લાઇફનો મહત્વનો સપોર્ટ રહી છે. 

સંગીતા અને થલાપતિ વિજયે 25 ઓગસ્ટ 1999ના રોજ લગ્ન કર્યા હતા. જાણકારી માટે જણાવી દઇએ કે, સંગીતા શ્રીલંકામાં જન્મી છે પણ તનો પરિવાર યૂનાઇટેડ સ્ટેટમાં સેટલ છે. વિજય અને સંગીતાના લગ્નને 23 વર્ષ થઇ ગયા છે. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ કપલ સૌથી ખુશહાલ જોડીમાંના એક માનવામાં આવે છે.

Shah Jina