ભગોડા કારોબારી વિજય માલ્યાને બ્રિટેનના હાઈ કોર્ટથી ભારે ઝટકો લાગ્યો છે. ઇંગ્લેંડની હાઈ કોર્ટે વિજય માલ્યાની ભારત પ્રત્યર્પણના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની અનુમતિ આપનારી પિટિશનને નામંજૂર કરી દેવામાં આવી છે. આ નિર્ણય પછી માલ્યાની પાસે ઇંગ્લેન્ડના દરેક કાનૂની રસ્તાઓ બંધ થઇ ગયા છે.એવામાં હવે 28 દિવસોની અંદર માલ્યાને ભારતને સોંપી દેવામાં આવી શકે તેમ છે.

નીરવ મોદીના કેસમાં કોર્ટમાં રહેલા વિજય માલ્યાના વકીલે હાઈ કોર્ટના નિર્ણય પર કંઈપણ ટિપ્પણી આપવાનો ઇન્કાર કરી દીધો છે, પણ એ પણ સંકેત આપ્યો કે આગળનૉ દરવાજો યુરોપિયન કોર્ટ યોગ હ્યુમન રાઇટ્સ હોઈ શકે છે. જો પુરો મામલોં (ECHR) સુધી પહોંચ્યો તો તેનું ભારત આવવાનું ટળી શકે તેમ છે.

કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટેનના હોમ સેક્રેટરીને માલ્યાના પ્રત્યર્પણ કાગળ પર 28 દિવસોની અંદર સાઈન કરવાની રહેશે. જેના પછી બ્રિટેનના સંબંધિત વિભાગ ભારતના અધિકારીઓની સાથે માલ્યાના પ્રત્યર્પણ વિષે સમન્વય કરશે. જણાવી દઈએ કે હાઈ કોર્ટે આગળના મહિને જ માલ્યાના પ્રત્યર્પણના વિરુદ્ધ દર્જ કરાવેલી પીટીશનને નામંજૂર કરી દીધું હતું.

તેના પહેલા આગળના અઠવાડિયે માલ્યાએ ભારત પ્રત્યર્પણના આદેશના વિરુદ્ધ બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દર્જ કરવાને લઈને અપીલ દર્જ કરી હતી જયારે આગળના મહિને માલ્યાના પ્રત્યર્પણના વિરુદ્ધ પિટિશન લંડન હાઈ કોર્ટએ નામંજૂર કરી દીધી હતી.

64 વર્ષીય માલ્યા બંધ થઇ ચુકેલી વિમાન કંપની કિંગફિશર એરલાઇન્સના પ્રવર્તક છે. માલ્યા પર ભારતમાં ધોખાઘડી અને મની લોન્ડ્રીંગ સાથે સંબંધિત કેસ દર્જ છે. માલ્યાની પાસે લંડન હાઈકોર્ટથી આદેશ આવ્યા પછી બ્રિટિશ સુપ્રીમ કોર્ટમાં પિટિશનની પરવાનગી લેવા માટેનો 14 દિવસનો સમય હતો, હાઈ કોર્ટે આગળના મહિને 20 એપ્રિલના રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

આ નિર્ણયના પહેલા વિજય માલ્યાએ કરોના સંકટ પર પીએમ મોદીજીના આર્થિક રાહત પૈકેજની ઘોષણા પર કેન્દ્ર સરકાને શુભકામના આપતા કહ્યું કે હવે સરકારે તેની પાસેથી પૈસા પાછા લઇ લેવા જોઈએ.

વિજય માલ્યાના તરફથી ટ્વીટ કરવામાં આવ્યું કે,”કોવિડ-19 રાહત પૈકેજ માટે સરકારને ખુબ શુભકામનાઓ. તેઓ જેટલા ઈચ્છે એટલા પૈસા છાપી શકે છે, પણ તેઓને મારા જેવા એક નાના સહયોગકર્તાને અવગણવા જોઈએ, જે સ્ટેટ બેન્કના બધા પૈસા પાછા આપવા માંગે છે”.

માલ્યાએ કહ્યું કે મારી પાસેથી કોઈપણ શર્ત વગર બધા પૈસા લઇ લો અને મામલાને ખતમ કરો. માલ્યા 650,000 પાઉંડના બાંડ પર 17 એપ્રીલથી જમાનત પર ચાલી રહ્યો છે. સીબીઆઈ એન ઇડીને અપેક્ષા છે કે આગળના 28 દિવસોમાં માલ્યાને ભારત મોકલી દેવામાં આવશે.

જણાવી દઈએ કે લંડન હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે માલ્યાએ ભારતીય બેન્કોને દગો આપ્યો અને તેને ભારતમાં પ્રત્યર્પિત કરી દેવા જોઈએ. માલ્યા પર ભારતીય બેન્કોનો 11,000 કરોડ થી પણ વધારે દગો કરવાનો આરોપ છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.