હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેરીને આવેલી અનન્યા પાંડે થવાની હતી ઓપ્સ મોમેન્ટનો શિકાર ત્યારે જ વિજય દેવરકોન્ડાએ કર્યું એવું કે… જુઓ વીડિયો

અનન્યા પાંડેથી ના સચવાયો ડ્રેસ તો સાઉથના મોટા હીરો જાહેરમાં આવું કરવા લાગ્યો, વીડિયો થયો વાયરલ

અનન્યા પાંડે સામાન્ય રીતે શોર્ટ્સ અને ટાઈટ ફિટિંગ કપડાંમાં જોવા મળે છે. ફિલ્મનું પ્રમોશન કરવું હોય કે એવોર્ડ ફંક્શનમાં પહોંચવું હોય. અનન્યા એ બીટાઉન અભિનેત્રીઓમાંની એક છે જે બોલ્ડ પોશાક પહેરે છે. પરંતુ પોતાની નવી ફિલ્મના ટ્રેલર લોન્ચ પર પહોંચેલી અનન્યા કપડામાં બોલ્ડ કટના કારણે ખૂબ જ અસહજ લાગી રહી હતી.

અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડા હાલમાં તેમની આગામી ફિલ્મ “લાઇગર”માં વ્યસ્ત છે. બંને સ્ટાર્સ આ દિવસોમાં પોતાની ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં તેઓ ઈવેન્ટમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર તેમના વીડિયો અને તસવીરોનો દબદબો છે અને તે ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. આવા જ એક પ્રમોશન દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

સામે આવેલા આ વીડિયોમાં અનન્યા પાંડે જેન્ટલમેન જેવું વર્તન કરતી જોવા મળે છે. વાસ્તવમાં, આ વીડિયો “લાઇગર”ના ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટનો છે. આ દરમિયાન અનન્યા પાંડે બ્લેક ડ્રેસ પહેરીને બોલ્ડ અને રિવીલિંગ અંદાજમાં જોવા મળી હતી. આ દરમિયાન અનન્યા પણ આ ડ્રેસમાં ઘણી અનકમ્ફર્ટેબલ જોવા મળી હતી. આવી સ્થિતિમાં સીટ પર બેઠેલી અનન્યાના ડ્રેસનો કટ ખુલ્લો હતો.

ગુરુવારે અનન્યા પાંડે ફિલ્મ “લાઇગર”ના ટ્રેલર લૉન્ચમાં પહોંચી હતી. જ્યાં તેની સાથે વિજય દેવરાકોંડા અને રણવીર સિંહ પણ હાજર હતા. અનન્યા પાંડે આ ઈવેન્ટમાં ખૂબ જ ગોર્જીયસ લુકમાં પહોંચી હતી. મિસ પાંડેએ બ્લેક કલરનો કટઆઉટ ડિટેલિંગ ડ્રેસ પસંદ કર્યો હતો. જેમાં ઘૂંટણની લંબાઈ હતી. સાથે જ આ ડ્રેસની થાઈ હાઈ સ્લિટમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. જ્યારે હોલ્ટર નેકની સાથે ફ્રન્ટ મિડ રીફ પર કટ આઉટ પણ બનાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ishqmeanslove (@ishqpost)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિજય દેવરાકોંડાની નજર પહેલા કેટલાક લોકો પર પડી અને પછી તેણે અનન્યાનો ડ્રેસ જોયો. આ પછી, ખૂબ જ શાલીન રીતે, વિજય દેવેરાકોંડાએ તેના હાથથી અનન્યાનો ડ્રેસ સુધાર્યો અને તેને કંઈક કહ્યું, જેના પછી અનન્યા તેની સ્થિતિ બદલીને બેસી ગઈ. અનન્યા અને વિજય દેવરાકોંડાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિજય દેવેરાકોંડાની આ સ્ટાઈલ નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહી છે. આ સાથે દરેક વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં વિજય દેવરાકોંડાને ટ્રુ જેન્ટલમેનનું ટેગ આપી રહ્યા છે.

Niraj Patel