સબ રજિસ્ટ્રારની બેનામી સંપત્તિ જોઈને રેડ પાડવા ગયેલા અધિકારીઓની આંખો પણ પહોળી રહી ગઈ, જોઈને તમે પણ કહેશો કે, “બાબુઓને તો જલસા છે !

દેશભરમાં ઘણીવાર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે અને ત્યારે ઘણા લોકોના ઘરોમાંથી ઘણી જ મોટી સંખ્યામાં બેનામી સંપત્તિ પણ મળી આવતી હોય છે, ઘણા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓના ઘરમાં પણ રેડ પાડવામાં આવે છે અને ત્યારે તેમની સંપત્તિ જોઈને કોઈ પણ હેરાન રહી જાય.

હાલ એવા જ એક દરોડાના સમાચારે હાહાકાર મચાવી દીધો છે, જેમાં સર્વેલન્સ યુનિટ (એસવીયુ) દ્વારા આવકથી વધારે સંપત્તિ રાખવાના મામલામાં મોટી કાર્યવાહી કરતા બિહારના સમસ્તીપુરના સબ રજિસ્ટ્રાર મણિ રંજનના ત્રણ ઠેકાણા ઉપર શુક્રવારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ છાપામારી દરમિયાન 60 લાખ રૂપિયા રોકડ મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કરોડો રૂપિયાની સંપત્તિની જાણ પણ થઇ છે.

2010માં સરકારી સેવામાં આવેલા મણી રંજનની બે વર્ષની પ્રશિક્ષણ અવધિને છોડીદેવામાં આવે તો માત્ર નવ વર્ષના સેવાકાળમાં તેમના ઉપર 15 કરોડરરૂપિયાથી પણ વધારે સંપત્તિ કમાવવાનો આરોપ છે. મણિ રંજનની અવૈધ કમાણીના તમામ સાક્ષ્ય ભેગા કર્યા બાદ 16 ડિસેમ્બરના રોજ તેમના વિરુદ્ધ 1.62 કરોડ રૂપિયાની અવૈધ સંપત્તિ ભેગી કરવાના મામલામાં પીસી એક્ટ અને આઇપીસીની અલગ અલગ ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો.

વિશેષ કોર્ટમાંથી પરવાનગી મળ્યા બાદ શુક્રવારના રોજ પટના, મુજ્જફરપુરની સાથે સમસ્તીપુરમાં તેમના ઠેકાણા ઉપર છાપામારી કરવામાં આવી હતી. એસવીયુની છાપામારી દરમિયાન તેમના પટના સ્થિત આવાસમાંથી 46.50 લાખ રૂપિયા રોકડ, 32 લાખના ફેલ્ટ દસ્તાવેજ, પત્ની સુનીતાના નામ ઉપર 5.5 લાખ રૂપિયાની કિંમતનો એક પ્લોટ, 1.5 કરોડ રૂપિયાની કિંમતની જમીનનો પ્લોટ ઉપરાંત સસરાના નામ ઉપર પણ ફ્લેટ મળ્યો. અહીંયા ઘણા લાંઘણ ઘરેણાં, ફિક્સ ડિપોઝીટ, એલઆઇસી અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાના દસ્તાવેજ પણ મળ્યા.

સમસ્તીપુરથી દોઢ લાખ રોકડ, આઠ લાખ જમાના કાગળિયા, પાંચ ગાડીઓ-સ્કોર્પિયો, ટાટા માંજા, હોન્ડા અમેઝ અને ટાટા નેક્સન. મુજ્જફરપુર આવાસથી 12 લાખ રોકડ, બ્રમ્હપુરામાં કરોડો રૂપિયાની કિંમતની 21 રૂમની હોટલ (નિર્માણ અંતિમ ચરણમાં), પારસ મોલમાં 22 લાખની દુકાન જેમાં બે સલૂન ઉપરાંત જગુસાઃના નામ ઉપર ચાલી રહેલી એક કંપની, કટિહારમાં ત્રણ પ્લોટ, ત્રણ દુકાનના કાગળિયા મળી આવ્યા હતા.

Niraj Patel