રણવીર સિંહના બીભત્સ ફોટોશૂટ પર આવ્યું વિદ્યા બાલનનું રિએક્શન,કહ્યું-પહેલી વાર મર્દ…..

હાલના સમયમાં અભિનેતા રણવીર સિંહ ચર્ચાનો વિષય બની ગયા છે. રણવીરે અમુક દિવસો  પહેલા જ કપડા વગરનું ફોટોશૂટ કર્યું હતું જે તેના માટે જ ભારે પડી ગયું છે. રણવીરના આ ફોટોશૂટને જોઈને લોકો રોષે ભરાયા હતા અને તેના વિરુદ્ધ એફઆઈઆર પણ દર્જ થઇ છે.આ સિવાય ઇન્દોરમાં પણ રણવીરના વિરુદ્ધ રેલી કાઢતા તેના ફોટોશૂટને માનસિક દેવાળું જણાવ્યું હતું. એવામાં અભિનેત્રી વિદ્યા બાલન રણવીરના સમર્થનમાં આગળ આવી છે.

તાજેતરમાં જ વિદ્યા કુબ્રા સૈતના સંસ્મરણો સાથે જોડાયેલા પુસ્તક ‘ઓપન બુક:નોટ કવીટ એ મેમૉયર’ ના લોન્ચ ઇવેન્ટમાં પહોંચી હતી. આ સમયે વિદ્યાને સવાલ કરવામાં આવ્યો કે તેને રણવીરનું ફોટોશૂટ પસંદ છે કે નહીં?અને તેના પર તમે શું કહેશો.. જવાબમાં વિદ્યા રણવીરના સમર્થનમાં વાત કરતી જોવા મળી હતી.

વિદ્યાએ પોતાની વાત રજુ કરતા કહ્યું કે,”અરે, એમાં શુ પ્રોબ્લેમ છે. આ પહેલી વાર નથી કે કોઈ પુરુષે આવું ફોટોશૂટ કર્યું હોય. અમને લોકોને પણ આંખોને ઠંડી કરવા દોને..” વિદ્યાએ હળવા એવા સ્મિત સાથે અને ટૂંકી વાતમાં રણવીરનું સમર્થન કર્યું છે. જ્યારે વિદ્યાને રણવીરના વિરુદ્ધ એફઆઈઆર પર સવાલ કરવામાં આવ્યો તો વિદ્યાએ કહ્યું કે,”કદાચ તે લોકો પાસે બીજું કઈ જ કામ નથી માટે જ તેઓ આઈઆઇઆર કરવાના ચક્કરમાં પૈસા બરબાદ કરે છે, જો તમને આ ફોટોશૂટ પસંદ નથી તો તે ને હટાવી દૂર કરો કે પછી ફેંકી દો,કે તમારી આંખો જ બંધ કરી લો, એફઆઈઆરના ચક્કરમાં શા માટે પડવું!”

રણવીરે આ ફોટોશૂટ 23 જુલાઈના રોજ પોતાના એકાઉન્ટ પર શેર કર્યું હતું.જેના વિરુદ્ધ આઈપીસીની ધારા 292, 293, 509ના આધારે મામલો દર્જ થયો છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રણવીરના સમર્થનમાં અન્ય કલાકારો પણ સામે આવી ચુક્યા છે.પહેલા તો આલિયા ભટ્ટે તેનો સપોર્ટ કર્યો હતો, જેના બાદ અર્જુન કપૂરે પણ રણવીરના સમર્થનમાં કહ્યું હતું કે તેને રણવીર પર ગર્વ છે.

Krishna Patel