વિદ્યા બાલનના નામથી બનાવ્યું ફર્જી એકાઉન્ટ, અને પછી કરી આવી માંગણી.. જુઓ વિદ્યાએ શું કર્યું

વિદ્યા બાલનના નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ, લોકોને મેસેજ કરી માગી રહ્યો હતો પૈસા- એક્ટ્રેસે કરી FIR

વિદ્યા બાલન ભારતીય સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે, જેણે હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જો કે, હાલમાં તે તેના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને ચર્ચામાં છે. વિદ્યા બાલને આ માટે FIR પણ દાખલ કરાવી છે. વિદ્યાના નામે નકલી ઈન્સ્ટાગ્રામ અને Gmail એકાઉન્ટ બનાવવામાં આવ્યુ હતુ. અજાણ્યો વ્યક્તિ વિદ્યા બાલનના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને લોકો પાસેથી પૈસા માંગતો હતો.

મળતી માહિતી મુજબ, આ વ્યક્તિએ વિદ્યા બાલન જેવું જ એક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને પછી લોકોને મેસેજ કરી કોઈને કોઈ બહાને પૈસા માંગતો. આ વ્યક્તિએ જીમેલ આઈડી પણ બનાવ્યું હતું જેના દ્વારા તે આ ફેક એકાઉન્ટને હેન્ડલ કરતો હતો. આ શખ્સ બોલિવૂડ સાથે જોડાયેલ લોકોને મેસેજ કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે નવા આવનારાઓ પાસેથી પૈસા લેતો અને તેમને ફિલ્મોમાં કામ અને નોકરી અપાવવાનો દાવો કરતો.

જ્યારે અભિનેત્રીને આ વાતની જાણ થઈ તો તેણે મુંબઈ પોલીસને આ અંગે ફરિયાદ કરી. અભિનેત્રીની ફરિયાદ પર મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં કલમ 66C હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. વિદ્યા બાલને ઈન્સ્ટા સ્ટોરી પર લખ્યું, “હેલો મિત્રો… પહેલા ફોન નંબર અને હવે કોઈ મારા નામે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યો છે.

આ એકાઉન્ટ દ્વારા તે મારા નામનો ઉપયોગ કરીને લોકોનો સંપર્ક કરી રહ્યો છે. મેં અને મારી ટીમે આ વિશે રિપોર્ટ કર્યો છે, તમારે પણ રિપોર્ટ કરી આ એકાઉન્ટ બ્લોક કરવું જોઈએ. આ આપણા માટે સારું રહેશે. તે મારા ઘણા મિત્રો અને બીજા લોકોને મેસેજ કરી રહ્યો છે. કૃપા કરીને તેને એન્ટરટેઇન ન કરો, બ્લોક અને રીપોર્ટ કરો.”

Shah Jina