કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન સ્ટારર આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ હાલ ઘણી ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર-ટીઝર અને ગીતો લાજવાબ છે. ત્યારે આ દરમિયાન ભૂલ ભુલૈયા (2007) નું વિદ્યાનું પેટન્ટ ગીત ‘આમી જે તોમાર’ પણ નવા વર્ઝન સાથે ‘ભૂલ ભુલૈયા 3’માં સામેલ કરવામાં આવ્યું છે જે શુક્રવારે રિલીઝ થયું હતું. ગીતના પ્રીમિયર દરમિયાન, વિદ્યા અને માધુરીએ સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. જો કે આ દરમિયાન જ્યારે વિદ્યા ડાંસ કરી રહી હતી ત્યારે ધડામ દઇને પડી.

વિદ્યા-માધુરીએ લાઈવ પરફોર્મ કર્યું
‘આમી જે તોમાર 3.0’ ગીતનું લોન્ચિંગ ઈવેન્ટ શુક્રવારે મુંબઈમાં યોજાયુ હતુ. આ ગીત વિદ્યા અને માધુરી દીક્ષિતને ફીચર કરવામાં આવ્યુ છે જે તેમના વચ્ચે યપેસ ઓફ બતાવે છે. આ ગીતને જૂના ‘આમી જે તોમાર’ જેવું બનાવવામાં આવ્યું છે જેને શ્રેયા ઘોષાલે અવાજ આપ્યો છે. આ ગીતના લોન્ચિંગ દરમિયાન, માધુરી અને વિદ્યા બંને સ્ટેજ પર લાઈવ પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે વિદ્યાનો પગ અચાનક વળ્યો અને તે સ્ટેજ પર પડી ગઈ.

આનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં માધુરી લીલા-ગુલાબી રંગના લહેંગામાં અને વિદ્યા પરંપરાગત બ્લેક સાડીમાં જોવા મળી રહી છે. બંનેના સુંદર ડાન્સને જોઈને દર્શકો પણ તેમને ચીયર કરી રહ્યા છે. જ્યારે આ ગીતના લોન્ચ દરમિયાન વિદ્યા અને માધુરી બંને સ્ટોજ પર લાઇવ પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે વિદ્યાનો પગ અચાનક વળ્યો અને તે ધડામ દઇને પડી.

જો કે તેેણે ગ્રેસફુલી પોતાને સંભાળી અને તરત સ્ટેપ્સ કરતા માધુરી સાથે તાલ મિલાવ્યો. વિદ્યાના આત્મવિશ્વાસને જોઈને દર્શકો પણ તેના માટે તાળીઓ પાડવા લાગ્યા. ગીત વિશે વાત કરીએ તો, તેને શ્રેયા ઘોષાલે ગાયું છે અને સંગીત અમાલ મલિકે આપ્યું છે. આ ગીત પ્રીતમના ગીત મેરે ઢોલના સુનનું રિપ્રાઇઝ્ડ વર્ઝન છે, જેને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 7 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

પહેલાની જેમ આ ગીત પણ ખૂબ જ પ્રભાવશાળી છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. ભૂલ ભુલૈયા 3 સિનેમાઘરોમાં 1 નવેમ્બરના રોજરિલીઝ થશે. આ વખતે ફિલ્મમાં માધુરી દીક્ષિતનો પણ મહત્વનો રોલ છે. જ્યારે વિદ્યાએ મંજુલિકાનું પાત્ર ભજવીને પુનરાગમન કર્યું છે.
View this post on Instagram