આ વીડિયો તમારું પણ દિલ જીતી લેશે, જોઈને તમે પણ કહી ઉઠશો કે “માનવતા હજુ પણ જીવે છે !”, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એકથી ચડિયાતા વીડિયો વાયરલ થતા હોય છે. જેને ગવરમૌર જોવાનું મન થાય, ઘણા વીડિયોની અંદર માનવતા શર્મસાર થતી જોવા મળે તો ઘણા વીડિયો દિલ જીતી લે તેવા પણ હોય છે ત્યારે હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ દંગ રહી જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોને IAS ઓફિસર અવનીશ શરણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વિડિયો જોયા પછી તમે પણ કહેશો, “માનવતા ખરેખર જીવંત છે.” આ વીડિયોને લોકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે તેમજ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં એક બાળક એક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાર્ડબોર્ડ લઈને જતો જોઈ શકાય છે. પછી એન્જિનિયરની નજર તે કાર્ડબોર્ડ પર પડે છે. તે બાળકને અનુસરે છે. પીછો કર્યા પછી, તે જુએ છે કે બાળક તે કાર્ડબોર્ડની મદદથી તેના ઘરનું સમારકામ કરી રહ્યું છે. આ દ્રશ્ય જોઈને એન્જિનિયર ખૂબ જ ભાવુક થઈ જાય છે. તે પછી એન્જિનિયર બાળક માટે ઘર બનાવવાનું નક્કી કરે છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં એક ખૂબ જ ઈમોશનલ મેસેજ છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થતા આ વીડિયોને 30 હજારથી વધુ લોકોએ જોયો છે. આ ઉપરાંત ઘણા વપરાશકર્તાઓએ આ વીડિયો પર તેમની પ્રતિક્રિયાઓ આપી છે. આ વીડિયો સ્ક્રિપ્ટેડ વીડિયો છે પરંતુ સમાજને એક ખુબ જ સુંદર સંદેશ પણ આપે છે

Niraj Patel