Video: રૂસી ટૈંકે કારને કચડી કરી ચકનાચૂર, અંદર બેઠેલા દાદાનો થયો ચમત્કારિક બચાવ

યુક્રેન પર રશિયાનો હુમલો ચાલુ છે. શુક્રવારે યુક્રેનની શેરીઓમાં રશિયન ટેન્ક જોવા મળી હતી. ઝડપથી આગળ વધતી ટૈંક તેમની સામે બધું જ કચડી નાખવાના ઇરાદે હતી. સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સામે આવ્યા જેમાં રશિયન ટેન્ક રસ્તા પર કારને ટક્કર મારી રહી હતી. આવી જ એક ઘટનાનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે 6-7 યુવકો સંપૂર્ણ રીતે કચડી ગયેલી કારનો ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કારને રશિયન ટેન્ક દ્વારા કચડી નાખવામાં આવી હોવાના અહેવાલ છે. સદનસીબે કારમાં સવાર વૃદ્ધનો જીવ બચી ગયો હતો. તે ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કારમાં ફસાઈ ગયા હતા પરંતુ તે ભાનમાં હતા. નજીકમાં હાજર યુવકો કારનો દરવાજો ખોલીને વૃદ્ધને બહાર કાઢવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. તેઓએ લોખંડના સળિયા વડે ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો ટ્વિટર પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણો જ શેર પણ કરવામાં આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુરુવારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. શુક્રવારે હુમલો વધુ તીવ્ર બન્યો હતો. રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈનું મુખ્ય કારણ યુક્રેન દ્વારા અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી સંગઠન નાટોના સભ્ય બનવાનો પ્રયાસ છે. યુક્રેન નાટો અને યુરોપિયન યુનિયન સાથે ગાઢ સંબંધો ધરાવે છે. રશિયાએ અમેરિકા પાસે યુક્રેનને નાટોનું સભ્ય નહીં બનાવવાની ગેરંટી માંગી હતી, પરંતુ અમેરિકાએ ના પાડી દીધી હતી. રશિયા યુક્રેનને નાટોનું સભ્ય બનવાને તેની સુરક્ષા માટે ખતરા તરીકે જુએ છે.

ઉલ્લખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ વધી રહ્યું છે. છેલ્લા કેટલાય કલાકોથી રશિયન દળો યુક્રેન પર હુમલો કરી રહ્યા છે. આ યુદ્ધને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ ગઇકાલના રોજ કહ્યું હતુ કે રશિયન હુમલામાં 10 સૈન્ય અધિકારીઓ સહિત 137 નાગરિકો માર્યા ગયા છે અને 316 ઘાયલ થયા.

આ બંને વીડિયો ઘણા જ વિચલિત કરી દે તેવા છે. તમે એક વીડિયોમાં જોઇ શકો છે કે કેવી રીતે રશિયલ ટેન્ક એક કારને ખૂબ જ ખરાબ રીતે કચડી રહી છે અને આગળ વધી રહી છે. તે બાદ એક બીજા વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યુ છે કે કારની અંદર જે વૃદ્ધ વ્યક્તિ બેઠેલા હતા તેઓ સદનસીબે બચી જાય છે અને તેમને કોઇ જાનહાનિ થતી નથી. ત્યાં રહેલા કેટલાક યુવકો તેમને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા પણ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

Shah Jina