...
   

નાળામાં છુપાયેલો હતો 18 ફૂટ લાંબો કોબ્રા, જેવો જ વ્યક્તિએ પકડવા માટે હાથ નાખ્યો કે તે હૂડ ફેલાવીને આવ્યો બહાર- જુઓ વિડીયો

કોબ્રાને જોતાં જ લોકોનો પરસેવો છૂટી જાય છે, પણ જ્યારે તે 18 ફૂટ લાંબો હોય તો તેને પકડવો એ એક્સપર્ટ માટે પણ એક પડકાર બની જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સનસનાટી ફેલાવી રહ્યો છે, જેમાં એક કોબ્રા નાળામાં છુપાયેલો બેઠો છે. જો કે આ વીડિયો ક્યાનો છે તેની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ ક્લિપ ઈન્ટરનેટ પબ્લિકને ચોંકાવી રહી છે.

આ ઘટનાનો વિડિયો ‘X’ પર ‘@EnsedeCienia’ નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કોબ્રા અંડરગ્રાઉન્ડ પાઇપની અંદર છુપાયેલો છે. મધ્યમાં લગભગ એક ફૂટ જેટલી ખુલ્લી જગ્યામાંથી કોબ્રા દેખાય છે. એક્સપર્ટ અહીંથી આ જીવલેણ સાપને પકડવાની યોજના બનાવે છે. સાપ જેવો જ પોતાનું શરીર થોડુ હલાવે છે કે રેસ્ક્યુકર તેને પકડી લે છે. પરંતુ કોબ્રા પુરી તાકાતથી આગળ વધે છે અને હાથમાંથી સરકવા લાગે છે.

આ પછી એક્સપર્ટ કોબ્રાના પાછળના ભાગને પાઇપમાંથી બહાર કાઢે છે. પરંતુ તેનું માથું હજુ પણ પાઇપની અંદર છે. બે એક્સપર્ટ્સ મળીને કોબ્રાને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે હલતો પણ જોવા મળતો નથી. થોડીક સેકન્ડો પછી કોબ્રા તેના હૂડને બહાર કાઢે છે અને હુમલો કરે છે. વ્યક્તિ કોબ્રાના હૂડને પકડવા માટે ઘણી વખત પ્રયાસ કરે છે. પરંતુ દર વખતે તે સિસકારા કરે છે. જો કે, કોબ્રા કાબૂમાં છે. પરંતુ તેને નિયંત્રિત કરવા માટે એક્સપર્ટને ઘણી મહેનત કરવી પડે છે.

Shah Jina