રોડ સેફ્ટી માટે પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો, લોકોનું દિલ જીતી રહ્યો છે આ વીડિયો

સોશિયલ મીડિયાની અપાર લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. આજકાલ મહત્તમ લોકો અને ખાસ કરીને યુવાનો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે ઉત્તર પ્રદેશ પોલીસે પણ લોકોમાં ટ્રાફિક સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. યુપી પોલીસ લોકોને માર્ગ સલામતી વિશે ચેતવણી આપવા માટે એકદમ રચનાત્મક રીત લઈને આવી છે.

દુનિયાભરમાં દરરોજ હજારો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. જેનું સૌથી મોટું કારણ રોડ પર બેદરકારીથી વાહન ચલાવવું છે. કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મચારીઓ માટે ટ્રાફિક સુરક્ષા હંમેશા વાંકી ચુકી જ રહી છે. જેમાં દરરોજ પોલીસને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવે છે.

હાલના સમયમાં જ્યાં દરેકનું ધ્યાન ટ્રાફિક સિગ્નલ પર ઓછું અને મોબાઈલ પર વધુ બન્યું છે ત્યારે આવી સ્થિતિમાં પોલીસે પણ સોશિયલ મીડિયાનો સહારો લઈને ટ્રાફિક માટે જાગૃતિ અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે. આ દિવસોમાં દેશના ઘણા રાજ્યોની પોલીસ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ જોવા મળી રહી છે. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસ પણ શામેલ છે.

યુપી પોલીસે ટ્રાફિક સેફ્ટીને જાગૃત કરવા માટે તેની નવી પોસ્ટમાં એક ખૂબ જ સુંદર વીડિયો શેર કર્યો છે. જેમાં એક હરણ રોડ ક્રોસ કરતી વખતે વાહનો નીકળે તેની રાહ જોતું જોવા મળે છે અને ઝીબ્રા ક્રોસિંગ પર જ રોડ ક્રોસ કરે છે. જેણે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.

વીડિયો શેર કરવાની સાથે યુપી પોલીસે તેના કેપ્શનને ક્રિએટિવ બનાવવા માટે શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ડિયર જિંદગી’ના નામનો ઉપયોગ કર્યો છે. જે યુઝર્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. કેપ્શનમાં યુપી પોલીસે લખ્યું, ‘ડિયર જિંદગી જીવન અમૂલ્ય છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન તમારા માટે ઘાતક બની શકે છે. માર્ગ સલામતીના નિયમોનું પાલન કરો.

Patel Meet