Victims of the boat tragedy :ગઈકાલનો દિવસ ગુજરાત માટે એક કાળા દિવસ સમાન બની ગયો, ગતરોજ વડોદરાની અંદર એક પ્રાઇવેટ સ્કૂલના બાળકો હસી ખુશીથી પીકનીક મનાવવા માટે હરણી વિસ્તારના તળાવ કાંઠે આવ્યા હતા,
જ્યાં તેમને બોટ રાઈડની મઝા લેવાનું વિચાર્યું પરંતુ તેમાંથી ઘણા બાળકોને ખબર નહોતી કે આ બોટ રાઈડ તેમના જીવનની અંતિમ રાઈડ બની જશે અને બોટ પાણીમાં ડૂબી જતા જ 14 જેટલા બાળકો મોતને ભેટ્યા હતા.
માસુમ બાળકોની યાદી :
બાળકોના મોત બાદ તેમના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો, કેટલાય બાળકો તો પરિવારમાં એકના એક હતા, ત્યારે એ વાલીઓ પર પણ શું વીતી હશે જેમને પોતાના માસુમોના મોતની આવી ખબર સાંભળી હશે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકોની યાદી પણ સામે આવી છે
જેમના નામ સકીના શેખ, મુઆવજા શેખ, આયત મન્સૂરી, અયાન મોહમ્મદ ગાંધી, રેહાન ખલીફા, વિશ્વા નિઝામ, જુહાબિયા સુબેદાર, આયેશા ખલીફા, નેન્સી માછી, હેત્વી શાહ, રોશની સૂરવે.
કોણ હતો કોન્ટ્રાકટર :
તો આ દુર્ઘટનામાં બે મહિલા શિક્ષિકાના પણ મોત થયા છે જેમના નામ છાયા પટેલ અને ફાલ્ગુની સુરતી છે. ત્યારે એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે હરણી લેક પર અંગ્રેજી માધ્યમના 82 જેટલા બાળકો પીકનીક માટે ગયા હતા,
જેમાંથી 30 જેટલા બાળકો બોટમાં સવાર હતા, તો બોટ સંચાલક પણ મોટા માથા હોવાની માહિતી સામે આવી છે. જે હરણી લેકમાં બોટ ડૂબી જવાની દુર્ઘટના ઘટી તેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ નામના કોન્ટ્રાક્ટરને નામે છે જે મોટું માથું હોવાનું મનાઈ રહ્યું છે.
દુર્ઘટના માટે આ 2 કારણ છે મુખ્ય :
એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે નિલેશ જૈનને આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ જૈને અન્ય કોઈને આપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે,
પરંતુ હજુ પણ મોતનો આંકડો વધી શકે છે તેવું અનુમાન પણ સેવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પાછળ બે મહત્વના કારણો હાલ જોવા મળી રહ્યા છે જેમાં લાઈફ જેકેટ વગર બોટમાં બાળકોને બેસાડ્યા અને બીજું કેપેસીટી કરતા પણ વધારે બાળકોને બોટમાં ભરી દીધા. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી થાય છે.
Tragic #Boat Accident in Vadodara: 12 #Children Feared Dead, Contractor Absconds
Tragedy strikes Vadodara as a boat capsizes in Harni Lake, leaving 12 children feared lifeless. The incident, reminiscent of Sursagar, occurred during a picnic for over 25 New Sunrise School… pic.twitter.com/UFrlbXFO85
— Our Vadodara (@ourvadodara) January 18, 2024