નવા નવા લગ્નના જોશમાં વરરાજાએ વાયગ્રાનો લઇ લીધો ઓવરડોઝ, પછી થઇ એવી હાલત કે પત્ની પણ ભાગી ગઇ

નવા લગ્નના જોશમાં મિત્રોની સલાહ પર યુવકે લઇ લીધો વાયગ્રાનો ઓવરડોઝ, હોસ્પિટલમાં જે થયું તે જોઈને ડોક્ટરના પણ હોંશ ઉડી ગયા

હાલમાં એક હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક પરણિત વ્યક્તિએ પત્ની સાથે સંબંધ બનાવવા અને વધારે મધુરતા લાવવા માટે વધુ પ્રમાણમાં વાયગ્રાનું સેવન કર્યુ હતુ અને તેને ભારે પડ્યુ હતુ. હાલત સામાન્ય ન થવા પર તે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 28 વર્ષીય યુવકે લગ્નના થોડા દિવસો બાદ વાયગ્રાનો ઓવરડોઝ લીધો હતો, જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. આ આખો મામલો ત્યારે શરૂ થયો જ્યારે ત્રણ મહિના પહેલા થયેલા લગ્ન બાદ યુવકના મિત્રોએ તેની મર્દાનગીને ચેલેન્જ કર્યુ અને તેને સંબંધનો પાવર વધારવા માટે દવા (વાયગ્રા) લેવાની સલાહ આપી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મિત્રોની સલાહ પર યુવકે 25-30 મિલિગ્રામ વાયગ્રા લીધી. આનંદ માનવાનું શરૂ કર્યું, પણ તેને લાગ્યું કે તેને સંતોષ નથી મળી રહ્યો. તેના પર મિત્રોએ ડોઝ વધારવાની સલાહ આપી અને યુવકે આ પછી 200 મિલિગ્રામ વાયગ્રા લીધી. જે બાદ તેની તબિયત બગડી હતી. છોકરાના પાર્ટમાં એવો તણાવ હતો કે જે 20 દિવસ પછી પણ ખતમ ન થયો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકના લગ્ન ત્રણ મહિના પહેલા જ થયા હતા. મિત્રની સલાહથી યુવકે વાયગ્રા લેવાનું શરૂ કર્યું. અગાઉ તે ઓછી માત્રામાં વાયગ્રાનું સેવન કરતો હતો, પરંતુ તે તેનાથી સંતુષ્ટ નહોતો.

જે બાદ યુવકે તેણે ડોઝ વધાર્યો અને કોઈપણ ડોક્ટરની સલાહ વગર વધુ માત્રામાં વાયગ્રા લેવાનું શરૂ કર્યું. વધુ સમય સુધી સેવન કર્યા પછી તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. મોટી માત્રામાં વાયગ્રા લેવાથી યુવકના પ્રાઇવેટ પાર્ટમાં એટલો તણાવ ઊભો થઇ ગયો હતો કે યુવકથી નારાજ થઈને તેની વહુ પિયર જતી રહી હતી. જો કે તેને સમજાવ્યા બાદ ફરી સાસરે મોકલી હતી પરંતુ મામલો થાળે પડ્યો ન હતો. આખરે યુવકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ યુવકની હાલતમાં સુધારો થયો, પરંતુ ડોકટરોએ કહ્યુ કે હવે તેના પાર્ટનો તણાવ કદાચ જીવનભર ખતમ નહીં થાય.

જો કે, આનાથી તેના વિવાહિત જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે. તબીબોના મતે યુવકને મણકાની સમસ્યાનો સામનો કરવો પડશે. આ અજીબો ગરીબ કિસ્સો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી સામે આવ્યો છે. ડોક્ટરે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન યુવકના પાર્ટમાં પેનાઈલ પ્રોસ્થેસિસ ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જે દિલ્હીથી મંગાવવામાં આવ્યું હતું, તેની કિંમત 35 હજાર રૂપિયા છે. તેમણે કહ્યું કે, દર્દીની હાલત હવે ઠીક છે અને આગામી એક અઠવાડિયા પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

Shah Jina