પ્રખ્યાત ટીવી એન્કર રોહિત સરદાનાનું નિધન થતા મીડિયા જગતમાં શોક, ચાલુ ટીવી પર એન્કરો રડી પડ્યા

ટીવીના ખુબ જ ખ્યાતનામ પત્રકાર અને એન્કર રોહિત સરદાનાનું કોરોનાના કારણે નિધન થઇ ગયું છે. તેમના નિધનની ખબર સાંભળીને મીડિયા જગતમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે. ઘણા પત્રકારો દ્વારા તેમના નિધનની ખબર ટ્વીટ કરવામાં આવી છે. તેમના નિધનની ખબર સાંભળીને મીડિયા જગત પણ સ્તબ્ધ થઇ ગયું છે.

રોહિત સરદાના ઘણા લાંબા સમય સુધી ઝી ન્યુઝ,આ એન્કર હતા. આજકાલ તેઓ આજતક ન્યુઝમાં એન્કરના રૂપમાં કામ કરી રહ્યા હતા. તેમને શુકવારના રોજ સવારે હાર્ટ એટેક આવ્યો. જેમાં તેમનું નિધન થઇ ગયુ. તે કોરોના વાયરસથી પણ સંક્રમિત હતા. હાર્ટ એટેક બાદ તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચાવી ના શકાયો.

રોહિત સરદાનાના નિધન ઉપર વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ દ્વારા ટ્વીટ કરીને લખવામાં આવ્યું છે કે “બહુ જ ભયાનક સમાચાર છે. જાણીતા ટીવી ન્યુઝ એન્કર રોહિત સરદાનાનું નિધન થઇ ગયું છે. આજે સવારે તેમને હૃદયરોગનો હુમલો થયો. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના.”


તો આજતક મીડિયા સંસ્થાન સાથે જોડાયેલી પત્રકાર ચિત્રા ત્રિપાઠીએ જણાવ્યું કે, “હસતો રમતો પરિવાર, બે નાની દીકરીઓ. તેમના માટે આ દંગલને હારવાનો નહોતો રોહિત સરદાનાજી. આજે સવારે નોઈડાના પ્રાઇવેટ હોસ્પિટલના આઇસીયુમાં તમને લઇ જવામાં આવ્યા અને દિવસ ચઢવાની સાથે આ બહુ જ ખરાબ ખબર છે. કઈ કહેવા માટે હવે બચ્યું નથી.”


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રોહિત સરદાનાના નિધન ઉપર શોક વ્યક્ત કર્યો છે. પીએમે ટ્વીટ કરીને લખ્યું છે કે, “રોહિત સરદાના બહુ જ જલ્દી આપણને છોડીને ચાલ્યા ગયા. ભારતની પ્રગતિ માટે ઉર્જાથી ભરપૂર હતા અને ભાવુક હતા. રોહિતને ઘણા લોકો દ્વારા યાદ કરવામાં આવશે. રોહિતના નિધને મીડિયા જગતમાં એક બહુ જ મોટું શૂન્ય છોડી દીધું છે. તેમના પરિવારજનો, મિત્રો અને ચાહવા વાળાને સાંત્વના. ૐ શાંતિ.”


રોહિત સરદાનાને યાદ કરી અને આજતકના સાથી પત્રકારો પણ ભાવુક થઇ ગયા હતા. તેઓ ચાલુ શોની અંદર જ રડવા પણ લાગ્યા હતા. જેમનો એક વીડિયો પણ જોવા મળ્યો હતો.

Niraj Patel