BREAKING : નથી રહ્યા બોલીવુડના આ મોટા સેલિબ્રિટી, મુંબઇના કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધાં

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આ સમયે શોકનું વાતાવરણ છે. દિગ્ગજ દિગ્દર્શક ઈસ્માઈલ શ્રોફનું નિધન થયું છે. ઈસ્માઈલ શ્રોફે બુધવારે રાત્રે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ઈસ્માઈલ શ્રોફના નિધનથી બોલિવૂડ સ્ટાર્સ આઘાતમાં છે.ઈસ્માઈલ શ્રોફે 80 અને 90ના દાયકાની ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં આહિસ્તા આહિસ્તા, બુલંદી, થોડી સી બેવફાઈ, સુર્યા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમનું અસલી નામ એસવી ઈસ્માઈલ હતું, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં તેઓ ઈસ્માઈલ શ્રોફ તરીકે જાણીતા હતા.

રિપોર્ટ્સ અનુસાર, ઈસ્માઈલ શ્રોફ ઘણા સમયથી બીમાર હતા. તેઓ વિવિધ રોગોથી પીડિત હતા. અંતિમ ક્ષણે તેઓ હોસ્પિટલમાં હતા. તેમની સારવાર ચાલી રહી હતી અને તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ઈસ્માઈલ શ્રોફના નિધનથી બોલિવૂડના ઘણા સ્ટાર્સ આઘાતમાં છે. ગોવિંદાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ગોવિંદાની પહેલી ફિલ્મ લવ 86નું નિર્દેશન ઈસ્માઈલ શ્રોફે કર્યું હતું.

હવે તેમના મૃત્યુ પર ઇ-ટાઇમ્સ સાથે વાત કરતા, ગોવિંદાએ શોક વ્યક્ત કર્યો અને કહ્યું- ‘હું આ સમાચારથી ખૂબ જ દુઃખી છું. મારી કારકિર્દી તેમની સાથે શરૂ થઈ. ઉપરવાળા તેમને જન્નત આપે.’ તેમને મારા પર વિશ્વાસ હતો. મારા જીવનમાં તે પ્રથમ વ્યક્તિ હતા જેમણે કહ્યું કે ગોવિંદાને સિનેમાની સમજ છે. મને ગોવિંદા બનાવવામાં તેમની બહુ મોટી ભૂમિકા છે.’ શોક વ્યક્ત કરતાં અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ કહ્યું, ‘મેં તેમની સાથે ‘થોડીસી બેવફાઈ’

અને ‘આહિસ્તા આહિસ્તા’માં કામ કર્યું છે. ‘આહિસ્તા આહિસ્તા’ મારા દિલની ખૂબ નજીક છે. તે પોતાના કામ પ્રત્યે કડક હતા પરંતુ તેમનો ચહેરો હંમેશા હસતો હતો. જે ઇચ્છતા હતા તે કરતા હતા. એક એક્ટર-ડિરેક્ટર તરીકે અમારી વચ્ચે સારી રીતે મિલન હતું. તેઓ ખૂબ જ સંવેદનશીલ દિગ્દર્શક હતા. આ આપણા બધા માટે મોટી ખોટ છે. તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની છાપ છોડી છે.

જણાવી દઇએ કે, તેણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમની સુપરહિટ ફિલ્મોમાં ‘આહિસ્તા આહિસ્તા’, ‘બુલંદી’, ‘થોડી સી બેવફાઈ’, ‘સૂરિયા’ વગેરે જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેણે રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, રાજ કુમાર, ગોવિંદા, શબાના આઝમી અને પદ્મિની કોલ્હાપુરે જેવા કલાકારો સાથે કામ કર્યું છે.

Shah Jina