પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શકનું 69 વર્ષની ઉંમરમાં થયું નિધન, પોતાના જ ફ્લેટમાંથી મળી લાશ, ચાહકોમાં વ્યાપ્યો શોકનો માહોલ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીનેમોટો ઝાટકો, આ ખ્યાતનામ અભિનેતા અને દિગ્દર્શકે 69 વર્ષની ઉંમરમાં દુનિયાને કહ્યું અલવિદા, મોતનું રહસ્ય ….

છેલ્લા થોડા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક દુઃખદ ખબરો સામે આવી રહી છે, ઘણા અભિનેતા અને દિગ્દર્શકો આ દુનિયાને હંમેશને માટે છોડીને ચાલ્યા ગયા છે, જેનો આઘાત પણ ઘણા ચાહકોને લાગ્યો છે, ત્યારે હાલ વધુ એક દુઃખદ સમાચાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી આવી રહ્યા છે, જેમાં એક પ્રખ્યાત અભિનેતા અને દિગ્દર્શકની લાશ તેમના જ ફેલ્ટમાંથી મળી આવતા ચાહકોમાં શોક વ્યાપી ગયો છે.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત એક્ટર-ડિરેક્ટર પ્રતાપ પોથેનનું નિધન થયું છે. અભિનેતાએ 69 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. અહેવાલો અનુસાર, અભિનેતા તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રતાપ પોથેનના આકસ્મિક નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. આ સમાચાર સામે આવતા જ તેના ચાહકો અને મિત્રો આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 15 જુલાઈ, શુક્રવારે અભિનેતાનો મૃતદેહ તેના ઘરેથી મળી આવ્યો છે.

આ કેસમાં અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, અભિનેતા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો. આવી સ્થિતિમાં, અટકળો લગાવવામાં આવી રહી છે કે તેમનું મૃત્યુ બીમારીના કારણે થયું છે. પ્રતાપ પોથેન મર્તંદન અને શિવલાપેરી પાંડી સહિત અનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ સિવાય તેમણે તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓની 100થી વધુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે પનીર પુષ્પમંગલ, આલિયાથા ગોલામંગલ, મુડુ બાની જેવી તમિલ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે.

કારકિર્દીના શરૂઆતમાં પ્રતાપ પોથેને 1985માં ફિલ્મ મીડમ ઓરુ કથલ કથાથી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં માનસિક રીતે બીમાર કપલની વાર્તા દર્શાવવામાં આવી હતી. આ માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. તેમણે મલયાલમમાં ત્રણ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું જેમાં ઋતુભેદમ, ડેઝી અને ઓરુ યાત્રામોઝીનો સમાવેશ થાય છે. તે છેલ્લી વખત મામૂટીની ‘CBI-5 ધ બ્રેઈન’માં જોવા મળ્યો હતો જે થોડા મહિના પહેલા રિલીઝ થઈ હતી.

અંગત જીવનની વાત કરીએ તો પ્રતાપે 1985માં અભિનેત્રી રાધિકા સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ન ચાલ્યા, જેના કારણે તેઓ 1986 માં અલગ થઈ ગયા. આ પછી અભિનેતાએ 1990 માં અમલા સત્યનાથ સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક પુત્રી પણ છે. પ્રતાપ પોથેને અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ ઘણું નામ કમાવ્યું હતું. તેમના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે.

Niraj Patel