BMWથી લઇને ટ્રક સુધી…રસ્તા પર હવામાં ઉડતી જોવા મળી ગાડીઓ, લોકો બોલ્યા- આ તો સુસાઇડલ પોઇન્ટ છે…

અદ્રશ્ય સ્પીડ બ્રેકરનો કહેર ! ઉછળી ગાડીઓ- જુઓ વીડિયો

ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પરનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં કેટલાંક વાહનો એક માર્ક વગરના સ્પીડ બ્રેકર પર ઉડતા જોવા મળે છે. વીડિયોમાં એક સ્પીડ બ્રેકર સાથે અથડાયા બાદ એક સ્પીડિંગ BMW કાર ઓછામાં ઓછી ત્રણ ફૂટ ઉંચી ઉડતી જોવા મળી અને પછી ઝડપથી નીચે ઉતરી.

વીડિયોમાં બે ટ્રકો પણ સ્પીડ બમ્પ પર એવી રીતે કૂદતા દેખાડવામાં આવ્યા છે કે તેઓ ઉડતા દેખાય છે. જ્યારે આ વિડિયો ઓનલાઈન આવ્યો ત્યારે નેટીઝન્સે તેને ઓળખવામાં સમય લીધો નહિ. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના HR26 ધાબાની સામે આવેલા સેન્ટ્રમ પ્લાઝા પાસે બની હતી.

વીડિયો શેર કરતા યુઝરે લખ્યું, “આઉચ ! ગુરુગ્રામના ગોલ્ફ કોર્સ રોડ પર નવા અનમાર્કેડ સ્પીડ બ્રેકર પર આ બન્યું હોય તેવું લાગે છે. મને આ મારા એક ગ્રુપમાં મળ્યું. અરે ! શું કોઇ ગુરુગ્રામથી આની પુષ્ટિ કરી શકે ? એક યુઝરે તો આ વીડિયોની સરખામણી મૂવી સીન સાથે કરી અને કહ્યું, “આ રેસિંગ કારના સ્ટંટ જેવો છે જે મૂવીઝ અથવા વિડિયો ગેમ્સમાં થાય છે.” જો કે એકે તો તેને સુસાઇડલ પોઇન્ટ પણ કહી દીધુ.

Shah Jina