અદ્ભુત તાકાત- માથા પર બાઈક રાખીને બસ પર ચડાવ્યું, વીડિયો જોઈને તમારી પણ આંખો થઇ જશે પહોળી

સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થઇ જશે તે બાબતે કંઈ કહી શકાતું નથી. જો તમે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તો તમે ઘણા વીડિયો જોયા હશે જેમાંના કેટલાક ફની તો કેટલાક ચોંકાવનારા હોય છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો. હાલમાં જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે મજૂરી કામ કરતો જોવા મળી રહ્યો છે.

જો કે, તે જે કામ કરી રહ્યો છે તે દરેક માટે શક્ય નથી. આ વીડિયોમાં એક બિહારી વ્યક્તિની અદભૂત તાકાત અને મહેનત જોવા મળી રહી છે. આ વીડિયોમાં વ્યક્તિ પોતાના માથા પર બાઇક ઊંચકીને બસની છત પર જતો જોવા મળી રહ્યો છે. આ નજારો ખરેખર ચોંકાવનારો છે અને તેને જોયા બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇકને તેના માથા પર ઉઠાવે છે અને ધીમે ધીમે સીડીઓ પર ચઢે છે,ત્યારે ત્યાં હાજર થોડા વ્યક્તિ બાઈકને પકડીને ઉપ્પર મૂકે છે.

વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા અને લોકો કહી રહ્યા છે કે આ દરેક માટે શક્ય નથી. આ કામ માત્ર બિહારી જ કરી શકે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @thepatnadiary નામના હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, “એક બિહારી 100ને વટાવે છે”. લાખો લોકોએ આ વીડિયો પસંદ કર્યો છે,

વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે કમેન્ટ કરી, “હું જાણું છું કે માત્ર એક બિહારી આટલો પાવરફુલ હોઈ શકે છે.”અન્ય એક યુઝરે લખ્યું, “સત્તુ પાસે પાવર છે.” અન્ય એક યુઝરે લખ્યું,”તેની પાસે ઘણી તાકાત છે. બિહારમાં બધુ જ શક્ય છે.” ઘણા યુઝર્સે આ વ્યક્તિની તાકાત અને મહેનતની પ્રશંસા કરી તો કેટલાકે તેને બિહારી લોકોની ક્ષમતાનું ઉદાહરણ ગણાવ્યું.

 

View this post on Instagram

 

A post shared by THE PATNA DIARY (@thepatnadiary)

Previous Article

દિવાળીમાં સોનપાપડી ખાતા પહેલા જરાક આ જોઈ લેજો! મનપસંદ સોનપાપડી કેવી રીતે બને છે? જુઓ વીડિયો !

Next Article

BMWથી લઇને ટ્રક સુધી...રસ્તા પર હવામાં ઉડતી જોવા મળી ગાડીઓ, લોકો બોલ્યા- આ તો સુસાઇડલ પોઇન્ટ છે...

error: Protected Content!