નશામાં ધૂત હતી મહિલા પોલિસ ઓફિસર, રસ્તા વચ્ચે બીજી મહિલા સાથે કરી શર્મનાક હરકત- વીડિયો વાયરલ
પોલીસનું કામ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પોલીસની જવાબદારી ચોરી, લૂંટ અને હત્યા જેવા ગુનાઓ અટકાવવાની તેમજ રાજ્યમાં મહિલાઓ માટે સલામત વાતાવરણ ઊભું કરવાની છે. જો કે, એક મહિલા પોલીસ અધિકારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
તમે થોડીવાર માટે વિચારતા રહી જશો કે શું પોલીસ પણ આવું કામ કરી શકે છે ? મહિલા પોલીસ અધિકારીનું શરમજનક વીડિયોમાં કેદ થયું છે. આ વીડિયોમાં એક મહિલા પોલીસ ઓફિસર એક મહિલાને હોઠ પર કિસ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વાયરલ ઘટના પશ્ચિમ બંગાળના સિલીગુડીની છે, જ્યાં પેટ્રોલિંગ ડ્યુટી દરમિયાન એક મહિલા પોલીસ અધિકારી નશામાં જોવા મળી હતી.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, મહિલા પોલીસ અધિકારીની ઓળખ તાનિયા રોય તરીકે થઇ છે, જે સહાયક સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે તૈનાત હતી. મહિલા પોલીસ ઓફિસર અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ સાથે મહિલાઓની સુરક્ષા માટે પિંક પોલીસ મોબાઇલ વેનમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન પિંક વાને એક શખ્સને ટક્કર મારી દીધી અને તે બાદ સ્થાનિક મહિલાઓ ઘટનાસ્થળે એકઠી થઈ ગઈ હતી.
આ પછી પોલીસ અધિકારી અને તેની વચ્ચે બોલાચાલી થઇ. ઘટનાસ્થળે હાજર મહિલાઓનો આરોપ છે કે પોલીસ ઓફિસર તાનિયા રોય નશામાં ડ્રાઇવિંગ કરી રહી હતી. આ પછી અચાનક મહિલા પોલીસ અધિકારીએ નજીકમાં ઉભેલી એક મહિલાને ખેંચી અને હોઠ પર ચુંબન કર્યું, કારણ કે તે બતાવવા માંગતી હતી કે તે નશામાં નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.