ફિલ્મના પ્રમોશન માટે મેટ્રોમાં સફર દરમિયાન વડાપાવનો આનંદ માણતા કિયારા અને વરુણને લોકોની ફટકાર.. કહ્યું “આમને પણ દંડ ફટકારો !”

કિયારા અડવાણી અને વરુણ ધવન હાલમાં તેમની આગામી ફિલ્મ જુગ જુગ જિયોનું પ્રમોશન કરી રહ્યા છે. આ ક્રમમાં બંનેએ મુંબઈની મેટ્રોમાં સફર કરી હતી અને આ દરમિયાન દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર પણ તેમની સાથે જોવા મળ્યા હતા. મેટ્રોમાં સવારી દરમિયાન આ ત્રણેય કલાકારો ફોટો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા.

આ દરમિયાન તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ યુઝર્સ તેમના પર ગુસ્સે થતા જોવા મળી રહ્યા છે. પેપરાજી પેજ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં કિયારા અને વરુણ મેટ્રોમાં વડાપાવ ખાતા જોઈ શકાય છે. જ્યારે દરેક વ્યક્તિ એ વાતથી વાકેફ છે કે મેટ્રોમાં ખાવાની મંજૂરી નથી.

બસ આજ વાત ઉપર સોશિયલ મીડિયા યુઝર્સ તેમને નિયમોની યાદ અપાવતા ખરી ખોટી સંભળાવી રહ્યા છે અને સાથે જ મેટ્રો પ્રશાસન પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. આખરે જ્યારે સામાન્ય લોકો મેટ્રોમાં ખાઈ શકતા નથી તો સ્ટાર્સને VIP ટ્રીટમેન્ટ શા માટે ? કિયારા અને વરુણનો આ વાયરલ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘નિયમો ફક્ત આપણા સામાન્ય લોકો માટે જ બને છે. આ લોકો માટે બધું જ માન્ય છે.

તો અન્ય એક યુઝરે પણ લખ્યું કે, “VIP ટ્રીટમેન્ટ, ખાવાની છૂટ નથી”. આજ પ્રકારે અન્ય એકે લખ્યું, “જાહેરમાં ખાવાનું ન ખાઈ શકે, પરંતુ આ હીરો હીરોઈનોને દરેક વસ્તુની છૂટ છે.” બાકીના યુઝર્સ પણ આ જ રીતે પોતાનો પ્રતિભાવ આપતા અને દંડ ફ્ટકારવાની માંગ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વાત કરીએ ‘જુગ જુગ જિયો’ ફિલ્મની તો તેમાં કિયારા અડવાણી, વરુણ ધવન અને અનિલ કપૂર સિવાય નીતુ કપૂર પણ જોવા મળવાની છે. જ્યારે ફિલ્મમાં રોમાન્સ હશે, પરંતુ તે ફેમિલી એન્ટરટેઈનર હોવાનું કહેવાય છે. રાજ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 24 જૂન 2022ના રોજ રિલીઝ થવાની છે.

Niraj Patel