વંદે ભારત ટ્રેનની સ્પીડનો આ વીડિયો જોઈને લોકો પણ બોલી ઉઠ્યા.. “જય હિન્દ..” 140…150…160 kmph…. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વંદે ભારત ટ્રેનની સ્પીડનો વીડિયો થયો વાયરલ, લોકો બોલ્યા.. “આ તો ભારતનું ગૌરવ છે !”, જુઓ તમે પણ

થોડા સમય પહેલા જ ભારતને વંદે ભારત ટ્રેનના રૂપમાં એક શાનદાર ભેટ મળી છે. આ ટ્રેન સેમી હાઈ સ્પીડ ટ્રેન છે અને આ ટ્રેનને લઈને ઘણા વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તેમણે દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતની સ્પીડની ઝલક બતાવી હતી. ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડી રહી છે. આ વીડિયો ટ્રેનમાં કેટલાક મુસાફરોએ રેકોર્ડ કર્યો હતો. તેઓ ઉત્સાહિત જોવા મળે છે. દેશભરમાં વંદે ભારત ટ્રેનનું નેટવર્ક વધારવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

આ ટ્રેન તેની ઝડપ, સુવિધાઓ અને આરામદાયક મુસાફરી માટે જાણીતી છે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત ટ્રેનનો એક વીડિયો શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 6 લાખની આસપાસ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક મુસાફરો ટ્રેનમાં ચઢી રહ્યા છે. તેઓ મોબાઈલ એપ દ્વારા ટ્રેનની સ્પીડ પર નજર રાખી રહ્યા છે.

ટ્રેનની ઝડપ 132 km/h થી શરૂ થાય છે અને 160 km/h સુધી જાય છે. જેમ જેમ ટ્રેનની ઝડપ વધે છે તેમ તેમ મુસાફરોનો ઉત્સાહ પણ વધતો જાય છે. સેંકડો યુઝર્સે આ પોસ્ટના કમેન્ટ સેક્શનમાં પ્રતિક્રિયા આપી થે. કેટલાકે રેલવેના વખાણ કર્યા તો કેટલાકે મોડી ટ્રેનનો મુદ્દો ઉઠાવ્યો.  આ ઉપરાંત કેટલાક યુઝર્સે તેને ગૌરવની ક્ષણ ગણાવી. એકે લખ્યું “જય હિન્દ.” બીજાએ કહ્યું “દેશમાં બનેલી ટ્રેન માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.”

Niraj Patel