માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ! વલસાડમાં રમત રમતમાં 4 બાળકોએ એવું શાક બનાવી ખાધુ અને પછી જે થયુ તે ખરેખર…

વલસાડમાં 4 બાળકોએ રમત રમતમાં એવું શાક બનાવી ખાધું કે આખો પરિવાર હચમચી ઉઠ્યો, બાળકો હોપિસ્તલમાં એવી હાલતમાં છે કે

હાલ ગુજરાતના વલસાડમાંથી માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. વલસાડના ગામ જૂજવા ખાતે 4 બાળકોએ રમત રમતમાં ધતૂરાના ફળનું શાક બનાવ્યુ અને તેને ખાઇ લેતા બાળકોની તબિયત લથડી હતી, જે બાદ તેમને અર્ધબેભાન હાલતમાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં હતાં. હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની હતી.

ઘટનાની વિગત તપાસીએ તો, વલસાડના જૂજવા ખાતે વાપીની એક મહિલા તેના બાળકને લઇને આવી હતી અને તે બાળક તથા તેની સાથે અન્ય ત્રણ બાળકો સોમવાર એટલે કે ગઇકાલના રોજ ઘર બહાર રમી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ધતૂરાનુ ફળ લાવ્યા અને તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવી રહ્યા હતા તે બાદ તેઓ ઘરમાંથી રોટલો લાવ્યા હતા અને તેને શાક જોડે ખાધો હતો.

બાળકો જમીને રમી રહ્યા હતા અને ત્યારે જ તેઓ બેભાન થઇ ગયા.પરિવારના સભ્યો બાળકોને બોલાવવા માટે આવ્યા હતા અને ત્યારે બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેથી આજુબાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મૂકેલી તપેલીમાંથી ધતૂરાનાં ફળનાં બી તેમજ તેના ટુકડા મળી આવ્યા હતા, જેથી ચારેય બાળકને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે તેમને કસ્તુરબા હોસ્પિટલ ખસેડાયાં હતાં. હાલ બાળકો ICUમાં સારવાર હેઠળ છે.

Shah Jina