છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ અટેકના કેસ સતત વધી રહ્યા છે. યુવાઓ અને કિશોરોના પણ હાર્ટ અટેકથી થતા મોત લોકોમાં ચિંતા વધારી રહ્યા છે. કોરોના બાદ તો ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યુ છે.
ત્યારે વધુ બે યુવાઓને હાલમાં હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યાની ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં એક 27 વર્ષિય યુવાનનું બેભાન થઈ ગયા બાદ મોત થયું. એલીન પટેલ બેભાન થઈ ગયા બાદ તેને પાડોશીઓ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જો કે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું જણાવાવમાં આવી રહ્યુ છે. આ ઉપરાંત વલસાડમાં એક ગિટાર આર્ટિસ્ટનું હાર્ટએટેકથી મોત થયું છે. રેલવે યાર્ડ પર હતા ત્યારે જ અચાનક મિતેષ પટેલને હાર્ટએટેક આવ્યો અને તેમને હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા.